ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ,અમદાવાદ અને ડીસામાં 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

રાજ્યમાં ગુરુવારે અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો સુરેન્દ્રનગરમાં 42.0 ડિગ્રી, ભુજ 42.0 ડિગ્રી, રાજકોટ 41.2 ડિગ્રી અને ગાંધીનગર 41.0 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ,અમદાવાદ અને ડીસામાં 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા
Heat wave ( Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:20 PM

રાજયમાં ઉનાળાની (Summer 2022) શરૂઆત થઇ ગઇ છે. રાજયમાં (Gujarat) ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજયમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1લી એપ્રિલથી 3 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજયમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના છે. સાથે જ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. તો અમદાવાદ-ગાંધીનગર-વડોદરા સહિતના શહેરોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચશે.

ગુજરાતમાં પ્રચંડ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના સૂકા પવનોની અસર હેઠળ આકરી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજ્યમાં ચાર દિવસ સુધી હિટવેવ રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છમાં પણ પ્રચંડ ગરમી પડશે. અમદાવાદ અને ડીસા શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજ્યમાં ગુરુવારે અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો સુરેન્દ્રનગરમાં 42.0 ડિગ્રી, ભુજ 42.0 ડિગ્રી, રાજકોટ 41.2 ડિગ્રી અને ગાંધીનગર 41.0 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો ડીસામાં 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.7 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર સુધી પહોંચ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાઈ રહ્યો છે.શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે અને આગામી બેથી ત્રણ માસમાં દરમિયાન ખુબજ સાવચેતી રાખવા માટે હેલ્થ વિભાગે અપીલ કરી છે. તો કેટલીક સાવચેતી રાખીને હીટવેવથી બચાવી શકાય છે. કામ વગર ઘરની બહાર જવાનું ટાળીને, બહારનો ખોરાક ન ખાઇને વધારે પડતુ પાણી પીને હીટવેવની અસર સ્વાસ્થ્ય પર થતા અટકાવી શકાય છે.

સાવચેતી માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે. તો આ સાથે બહારના ફળ કે શેરડીનો રસ તેમજ શિકંજી પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ તેવી અપીલ હેલ્થ વિભાગે કરી છે.

આ પણ વાંચો-

Surat : પીપીપી પ્રોજેકટમાં મનપાની બેદરકારી કે કૌભાંડ ? ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

આ પણ વાંચો-

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

g clip-path="url(#clip0_868_265)">