અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય

અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:20 PM

અમરેલીમાં પોલીસ સામે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે આજે SP નિર્લિપ્ત રાયે સજાનો કોરડો વીંઝ્યો છે, આ તમામ કર્મચારીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરાઈ છે

અમરેલી (Amreli) માં પોલીસ સામે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે આજે SP નિર્લિપ્ત રાયે સજાનો કોરડો વીંઝીને એક જ પોલીસ સ્ટેશન (police station) ના 50 જેટલા કર્મચારીઓની બદલી (Transfer)  કરી નાખી છે. એક સાથે આખા પોલીસ સ્ટેશનના કર્ચારીઓની બદલી કરાતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

રાજ્યભરમાં પોલીસની કામગીરી સામે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે શિસ્તપાલન માટે સજાના ભાગ રૂપે આ બદલીએ કરાઈ છે. કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાતી હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવતા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલીના SP નિર્લિપ્ત રાયે આજે કડક નિર્ણય લઈને આખા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી નાખી છે. એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ કર્મચારીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરાઈ છે.

સુરતમાં પણ એક પોલીસ્ટેશનના 104 કર્મચારીઓની સાગમટે બદલી કરાઈ હતી

સુરતના સપાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી. જેમાં PI સહિત 104 પોલીસકર્મીઓની બદલી કરી અન્ય જગ્યા પર મોકલી અપાયા હતા. રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસે સાત લોકોને માર માર્યો હતો. જે મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને જોઇ પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો. પરંતુ ત્રણ વખત સમય આપ્યા હોવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. તેથી હાઇકોર્ટે આદેશ કર્યો અને હાઇકોર્ટના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે આ મોટો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ

આ પણ વાંચોઃ Surat : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપ્યો

g clip-path="url(#clip0_868_265)">