Surat : ભાવનગરની મહિલા કોલેજની ઘટના મુદ્દે રાજકીય ધમસાણ, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ‘ભાજપ ડઘાઈ ગયું છે’

|

Jun 28, 2022 | 8:04 AM

ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થિનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવાનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં(Social media) વાયરલ થયો છે. જેના અલગ- અલગ પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારાપણ આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Surat : ભાવનગરની મહિલા કોલેજની ઘટના મુદ્દે રાજકીય ધમસાણ, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ભાજપ ડઘાઈ ગયું છે
Gopal Italia lashes out to BJP

Follow us on

ભાવનગર(bhavnagar)  ખાતે એક મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના(Bhartiya Janta Party)  પેજ પ્રમુખ બનાવવા માટે સૂચના આપવામાં આવતાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.આ અંગે સોમવારે આમ આદમી પાર્ટીએ (AAP) પોતાનો વિરોધ નોંધાવવાની સાથે – સાથે શિક્ષાના ધામને રાજકારણનો અખાડો બનાવવાના પ્રયાસને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)  દ્વારા  સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભાવનગરની મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને(Student)  લેખિતમાં ભાજપના પ્રમુખ બનવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

ગોપાલ ઈટાલિયાના ભાજપ પર આકરા પ્રહાર

મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ પ્રકારની ઘટનાને પગલે કોલેજના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જોકે, હવે આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનન કાર્યક્રમ યોજવામાં આવશે. આ સંદર્ભે વધુ જાણકારી આપતાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આપ પાર્ટીના સતત વધી રહેલા જનાધારને પગલે ભાજપ ડઘાઈ ગયું છે.આ સ્થિતિમાં ભાજપના નેતાઓ(BJP Leaders)  દ્વારા આપને બદનામ કરવા માટે જે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે તે જગજાહેર થઈ રહ્યુ છે. ભાવનગરની ઘટનામાં પણ ભાજપના ઈશારે જ મહિલા પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને પેજ પ્રમુખ બનવા માટે લેખિતમાં સુચના આપવામાં આવી હોવાનો પણ ગોપાલ ઈટાલિયા દ્વરા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરની કોલેજમાં(Bhavnagar)  વિદ્યાર્થિનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવાનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના અલગ અલગ પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આખરે પ્રિન્સિપાલનુ રાજીનામુ

ભાવનગરની ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં (Bhavnagar Women’s College) ભારે વિવાદ બાદ વિચિત્ર પરિપત્ર કરનાર પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતુ. મહત્વનું છે કે, ગાંધી મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજના આચાર્યએ એક વિચિત્ર આદેશ કર્યો હતો. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક નોટિસ પાઠવી ભાજપના સભ્ય બનવા માટે આદેશ કર્યો હતો. એટલું જ નહીં ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવવા દરેક વિદ્યાર્થિનીને ફરજિયાત હાજર રહેવા પણ સૂચન કર્યું હતું. જેની સામે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે માગ કરી હતી.

Published On - 8:02 am, Tue, 28 June 22

Next Article