Surat: લુમ્સના કારખાનામાં કરંટ લાગતા યુવકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ Video
ઈલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલી ઈસ્ત્રી કાઢવા જતી વેળાએ યુવકને જોરદાર કરંટ લાગ્યો, કરંટ લગતા યુવકનું મોત નીપજયું હતું, ઘટના દ્રશ્યો cctv કેમેરામાં કેદ થયા છે.
સુરતના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા લુમ્સના ખાતામાં એક કારીગરને કરંટ લાગતા મોત નીપજ્યું છે. ઈલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલી ઈસ્ત્રી કાઢતી વખતે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Employee electrocuted to death within 8 seconds while working on a machine in #Surat #Gujarat #TV9News pic.twitter.com/5asBor6Xps
— Tv9 Gujarati (@tv9gujarati) May 8, 2023
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી કાઢવા જતી વેળાએ તેને જોરદાર કરંટ લાગ્યો
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા શિવાજીનગર પાસે રહેતા દીપક વસંતભાઈ પાટીલ (ઉ.30) પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલા ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલમાં આવેલા લુમ્સના ખાતામાં કામ કરતો હતો. ગતરોજ તે લુમ્સના ખાતામાં રાબેતા મુજબ કામ કરી રહ્યો હતો તે દરમ્યાન તેને જોરદાર કરંટ લાગ્યો હતો. દીપક ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલી ઈસ્ત્રી કાઢવા જતી વેળાએ તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. કરંટ લગતા તેને હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર 13 સેકન્ડની અંદર જ આ યુવકનો જીવ તેના શરીરથી છૂટો પડી ગયો હતો.
આ પણ વાંચો : ગુજરાત સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગે નવા નિયમોની સતાવાર કરી શકે છે જાહેરાત, જુઓ Video
13 સેકન્ડની અંદરજ બની ઘટના
યુવકને કરંટ લાગવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં માત્ર ૧૩ સેકન્ડની અંદરજ આ ઘટના બની હોવાનું દેખાઈ રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક બોર્ડમાં લાગેલી ઈસ્ત્રી કાઢવા જતા યુવકને કરંટ લાગે છે. અને તે ત્યાં જ ઢળી પડે છે. બીજી તરફ ત્યાં હાજર અન્ય કારીગરો પણ ત્યાં દોડી આવે છે જે પૈકી એક કારીગર તાત્કાલિક ઇલેક્ટ્રિક બોર્ડની સ્વીચ બંધ કરી દે છે. જયારે બીજો કારીગર પણ તાત્કાલિક ત્યાંથી ઈસ્ત્રી કાઢી લે છે. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઈલેક્ટ્રીક ઉપકરણો કાઢતી વખતે સાવચેતી નહીં રાખતા લોકો માટે આ ઘટના ઉદાહરણ રૂપ છે. ઘરમાં પણ આવા ઇલેક્ટ્રીક ઉપકરણો કઈ રીતે વાપરવા કેટલા સમય સુધી વાપરવા તેની પણ ચોક્કસ ગાઈડલાઇન હોય છે જે અંગે સાવચેતી રાખવી આવશ્યક છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…