સુરતમાં પહેલી વાર ક્રાઇમ બ્રાન્ચમાં DCP તરીકે રૂપલ સોલંકીને મુકવામાં આવ્યા

|

Apr 06, 2022 | 6:53 PM

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પહેલી જ વખત મહિલા ડીસીપી તરીકે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા મુકાયા છે. DCP રૂપલ સોલંકી કે જેમને આ જવાબદારી આપવાના આવી છે તે એક મહિલા હોવાની સાથે એક સંતાનની માતા પણ છે.

સુરતમાં પહેલી વાર ક્રાઇમ બ્રાન્ચમાં DCP તરીકે રૂપલ સોલંકીને મુકવામાં આવ્યા
For the first time in Surat, Rupal Solanki was posted as DCP in Crime Branch

Follow us on

સુરતમાં (SURAT) જે તે વખતના પોલીસ કમિશનર સતીશ શર્મા હતા, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch)મહિલા પીઆઇની (PI) નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આ વાત તાજી થઈ છે. જેમાં એક મહિલા માટે કોઈ કામ અશક્ય હોતું નથી. અને એ મહિલા જ્યારે માતા બને ત્યારે તે દુનિયાના મુશ્કેલ કામને પણ આસાનીથી પૂર્ણ કરી શકે છે. આ શબ્દો છે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ઇતિહાસમાં પહેલીવાર જવાબદારી સંભાળનાર મહિલા ડીસીપી રૂપલ સોલંકીને મુકવામાં આવ્યા છે. જેમને ચાર્જ સાંભળ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પહેલી જ વખત મહિલા ડીસીપી તરીકે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા મુકાયા છે. DCP રૂપલ સોલંકી કે જેમને આ જવાબદારી આપવાના આવી છે તે એક મહિલા હોવાની સાથે એક સંતાનની માતા પણ છે. જ્યારે વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં એટલે કે દોઢ મહિના પહેલા જ તેઓએ એક પુત્રને જન્મ આપ્યો હતો. અને દોઢ મહિનામાં જ તેઓ ફરજ પર આટલી મોટી જવાબદારી સંભાળવા તૈયાર પણ થઈ ગયા છે.

ખાખી વરદીની પાછળ રહેલી એક માતાને અમે જ્યારે અમે પૂછ્યું કે આ જવાબદારી તેઓ કેવી રીતે સંભાળશે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા પુરુષ જેવો ભેદભાવ હોતો નથી. હવે પોલીસ ખાતામાં પણ મહિલાઓને સારી અને જવાબદારી વાળી પીસ્ટિંગ આપવામાં આવે છે જે જવાબદારી મળે તે સ્વીકારી લેવાની હોય છે. અને પહેલીવાર તેમને જે આ જવાબદારી મળી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરત પોલીસની શી ટીમ સાથે મળીને તેઓ મહિલાઓ સાથે અત્યાચાર ઓછા થાય તેવા પ્રયાસો કરશે. જે બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે.જ્યારે રૂપલ સોલંકી ACP તરીકે સુરત રૂરલ માં પણ સારી રીતે કામગીરી કરી રહ્યા હતા. અને તેમની એક પોલીસ ખાતામાં સારી એવું ધાક પણ છે.

આ પણ વાંચો :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ, એડવાન્સ વેરો ભરનારને મળશે આટલું વળતર

આ પણ વાંચો : નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કાશ્મીરમાં માર્યા ગયેલા લઘુમતીઓ વિશે આપી માહિતી, જાણો વર્ષ 2021માં કેટલા લોકો માર્યા ગયા

Published On - 5:56 pm, Wed, 6 April 22

Next Article