AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન

Surat: શહેરમાં ભાગલ પાસે મેટ્રો જંકશન બનવાનું છે. આ માટે છેવટે 100 વર્ષથી વધુ જૂની 'મોચિની ચાલ'નું ડિમોલિશન કરવામાં આવ્યું.

Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન
Bhagal Metro Junction in Surat
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:37 PM
Share

Surat: શહેરના ભાગળ ખાતે મેટ્રો પ્રોજેક્ટને (Metro Project) કારણે દાયકાઓ જુની મિલ્કતોના ડિમોલીશનની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, સેન્ટ્રલ ઝોનની ટીમ ડિમોલીશનની કામગીરીનો પ્રારંભ કરે તે પૂર્વે સ્થાનિક મહિલાઓ અને દુકાનદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. અલબત્ત, મનપાના (SMC) અધિકારીઓ દ્વારા તાત્કાલિક મહિધરપુરા પોલીસને જાણ કરતાં પોલીસની મધ્યસ્થી બાદ બપોર ડિમોલીશનની કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં સાકાર થઈ રહેલા મેટ્રો પ્રોજેક્ટને પગલે ભાગળ ખાતે આવેલ મોચીની ચાલ વિસ્તારના ડિમોલીશનની કવાયત છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં મેટ્રોનું જંકશન બનાવાનું હોવાને કારણે 100 વર્ષ કરતાં જુની દુકાનો અને મિલ્કતો ધરાવતી મોચીની ચાલના ડિમોલીશન માટે વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાની ટીમ માર્શલ અને એસઆરપી સાથે ઘટના સ્થળે પહોંચી હતી.

જો કે, બેઘર થવાના આક્રોશ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મનપાની ટીમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ દાયકાઓથી રોજી – રોટી મેળવનારા દુકાનદારો પણ પોતાની મિલ્કતોના ડિમોલીશનને પગલે ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોએ મનપાની ટીમનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર સાથે કોઈપણ સંજોગોમાં ડિમોલીશન ન થવા દેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

બીજી તરફ મનપાના અધિકારીઓ પણ વાતાવરણ ઉગ્ર બને તે પહેલાં જ સ્થાનિક પોલીસને જાણ કરી દીધી હતી. મહિધરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાઓ સહિત દુકાનદારો સાથે મધ્યસ્થી કર્યા બાદ બપોરથી મોચીની ચાલ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરીનો અંતે પ્રારંભ થયો હતો.

પોલીસ સાથે પણ દોઢ કલાક સુધી ઘર્ષણ

ડિમોલીશન કરવા માટે પહોંચેલી મનપાની ટીમને ઘેરીને ડિમોલીશનની કામગીરીમાં વિધ્ન ઉભા કરનાર સ્થાનિકોને અંકુશમાં લેવા માટે મનપા દ્વારા મહિધરપુરા પોલીસનો સહયોગ લેવામાં આવ્યો હતો. જો કે, બેઘર થવાને કારણે રોષે ભરાયેલા મિલ્કતદારો દ્વારા મહિધરપુરા પોલીસ સાથે પણ દોઢ કલાક સુધી રકઝક કરવામાં આવી હતી.

એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની જતાં પોલીસ જવાનો દ્વારા પણ ભારે સંયમતા દાખવીને મિલ્કતદારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અંતે બપોરે ડિમોલીશનની કામગીરી રાબેતા મુજબ હાથ ધરવામાં આવી હતી.

વિરોધને પગલે કલાકો સુધી ટ્રાફિક જામ

મહાનગર પાલિકા દ્વારા ગઈકાલે જ મોચીની ચાલના રહેવાસીઓ અને મિલ્કતદારોને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં આજે વહેલી સવારે ડિમોલીશન માટે પહોંચેલી ટીમનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરવાને પગલે પીક અવર્સ દરમ્યાન કલાકો સુધી રાજ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી. જેને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Surat : કાપડ પર GST દર 12% થતા જરી ઉધ્યોગની ચમક ઘટી! આટલા ટકા ઘટ્યું પ્રોડક્શન

આ પણ વાંચો: તાલિબાની માનસિકતા: સુરતમાં શ્વાનને ગળાફાંસો આપી મારનાર વિરુદ્ધ ફરિયાદ, વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">