સુરતમાં ઈ-સિગરેટ વિક્રેતા પર સકંજો, SOG પોલીસે ગેરકાયદે નશાના જથ્થા સાથે એક દુકાનદારને ઝડપી પાડ્યો

Surat: ઈ-સિગારેટનું વેચાણ કરનારા દુકાનદારની SOG પોલીસે ધરપકડ કરી છે. SOGએ વેસુ વિસ્તારમાં પાનના ગલ્લામાં રેડ કરી ઈ-સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક 19,175નો મુદ્દામાલ કબ્જે કરી દુકાનદારની ધરપકડ કરી હતી.

સુરતમાં ઈ-સિગરેટ વિક્રેતા પર સકંજો, SOG પોલીસે ગેરકાયદે નશાના જથ્થા સાથે એક દુકાનદારને ઝડપી પાડ્યો
ઈ-સિગરેટનુ વેચાણ કરનાર ઝડપાયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 09, 2023 | 9:49 PM

સુરતમાં ઈલેક્ટ્રીક સિગારેટનું વેચાણ કરનાર પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. SOG પોલીસે ગેરકાયદે નશાના જથ્થા સાથે એક દુકાનદારને ઝડપી પાડ્યો છે. સુરતમાં SOG પોલીસે વેસુ વિસ્તારમાં પાન ગલ્લામાં દરોડો પાડી ઈ-સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી 19,175નો મુદ્દામાલ કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી. તેમજ આ ઘટનામાં દુકાનદારને ઈ-સિગારેટનો જથ્થો આપનાર ઈસમને પણ પોલીસે 60 હજારની ઈ-સિગારેટ સાથે ઝડપી પાડ્યો છે.

ઈ-સિગારેટ વિક્રેતાના પાનના ગલ્લા પર દરોડા પાડી 18 ઈ-સિગારેટ જપ્ત કરાઈ

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યુ હતુ કે શહેરના કેટલાક પાનના ગલ્લા તથા કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. જેથી આવા રીટેઈલર તથા હોલેસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

18 નંગ ઈ-સિગારેટ મળી 19,175નો મુદ્દામાલ કબજે કર્યો

આ દરમિયાન SOG પોલીસે બાતમીના આધારે 7 જાન્યુઆરીના રોડ વેસુ વિસ્તારમાં આવેલા વિજય પાનની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા દુકાનમાંથી 18 નંગ ઈ-સિગારેટ તથા નશો કરવા ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી કુલ 19,175નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસીયાની ધરપકડ કરી હતી. તેમજ દુકાનદારને આ જથ્થો રાંદેરમાં રહેતા તૈયબ નામના ઈસમને આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાંદેરમાંથી પણ એક વેપારીની ધરપકડ

આ દરમિયાન એસઓજી પોલીસે માહિતીના આધારે રાંદેરના બ્રિજ પાસે આવેલ લકી પાન પાર્લરમાં રેડ કરી હતી. આ દરમિયાન તૈયબ ઈકબાલ ભાયજીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દુકાનમાંથી પણ 60,600 રૂપિયાની 59 નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">