AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત

સુરતમાં સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે થતી ટ્રાફિકની ગીચ સમસ્યા ઉકેલવા દર્શન જરદોષે ઉકેલ લાવી આપ્યો છે. રેલવે દ્વારા વરાછા રોડ, પોદ્દાર આર્કેડ પાસેની જમીન મનપાને લીઝ પર આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે.

Surat: દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:38 PM
Share

નવસારી (Navsari)ના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) અને રેલ રાજ્ય મંત્રી દર્શન જરદોશની (Darshna Jardosh) મુલાકાત લઈને દક્ષિણ ગુજરાત (South Gujarat) માટેની ટ્રેનો લંબાવવા અને સ્ટોપેજ વધારવાની રજુઆત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મુસાફરોને (Passengers) તેનો ફાયદો મળે તેની રજુઆત કરવામાં આવી છે.

ગાંધીનગર જનારા મુસાફરોને સરળતા રહે તે માટે શતાબ્દી અને ગુજરાત કવિનને ગાંધીનગર લંબાવવા, ઉત્તર ગુજરાતના લોકોની મુસાફરી વધુ સરળ બને અને લાભ મળે તે માટે વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થવી જોઈએ, નવસારી અમલસાડથી ચીકુની ટ્રેન દિલ્હી જાય છે.

દિલ્હીના પ્લેટફોર્મ પર થોડી અવ્યવસ્થાને કારણે વેપારીઓને તકલીફ પડે છે. આ અવ્યવસ્થા દૂર થાય તો વેપારીઓની સુગમતા વધે તે દિશામાં કાર્યવાહી થાય તે જરૂરી છે. આ ઉપરાંત સુરત, વલસાડ અને ઉધના સેટેલાઈટ સ્ટેશન માટે મિટિંગના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં દાંડીએ ઐતિહાસિક સ્થળ છે. દેશ વિદેશમાંથી અનેક પર્યટકો અહીં આવે છે. દાંડી ટ્રેન જો નવસારી સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ વધારવામાં આવે તો પર્યટકોને સુગમતા રહે અને દાંડીને પ્રયત્ન સ્થળ તરીકે વિકસાવવામાં વધારે સરળતા રહે તે માટે સાંસદ પાટીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રેલવે મંત્રીએ રજૂઆતો સાંભળીને હકારાત્મક પ્રતિભાવ આપવા સાથે જરૂરી વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી છે.

જ્યારે સુરતમાં સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે થતી ટ્રાફિકની ગીચ સમસ્યા ઉકેલવા દર્શન જરદોષે ઉકેલ લાવી આપ્યો છે. રેલવે દ્વારા વરાછા રોડ, પોદ્દાર આર્કેડ પાસેની જમીન મનપાને લીઝ પર આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે. હવે રેલવેની 301.875 ચોરસ મીટર જમીન સુરત મનપાને રસ્તાના વિસ્તરણ માટે મળશે. સુરત મનપા દ્વારા આ માંગણી વર્ષોથી થતી હતી. અહીં જમીન નહીં મળતા રસ્તાના વિકાસનું કામ અવરોધાયું હતું. તેના કારણે વરાછા ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જોકે હવે જમીન આપવા માટે મંજૂરી મળતા આ પ્રશ્નનું નિરાકરણ પણ જલ્દી આવી જશે.

આ પણ વાંચો: Surat: વધુ એક સનદી અધિકારીને સુરત સદી ગયુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની હવે કેન્દ્રમાં પોતાના કામનું પાણી બતાવી શકશે

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">