Surat: કરફ્યુ ભંગ બદલ પોલીસે યુવકને એટલો માર માર્યો કે 6 મહિનાથી છે કોમામાં, હવે કોર્ટે આપ્યો આ હુકમ

|

Dec 31, 2021 | 1:30 PM

Surat: એક યુવક પર કફર્યુનો ભંગનો આરોપ લગાવી પોલીસ દ્વારા વાનમાં બેસાડવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તે ભગવા જતા પડી ગયો છે.

Surat: કરફ્યુ ભંગ બદલ પોલીસે યુવકને એટલો માર માર્યો કે 6 મહિનાથી છે કોમામાં, હવે કોર્ટે આપ્યો આ હુકમ
Sameer is in a coma for the last 6 months

Follow us on

Surat: સુરતમાં છ મહિના અગાઉ રાત્રિ લોકડાઉન (Night curfew) દરમિયાન વેસુ વીઆઇપી રોડ પર ચોંકાવનારી ઘટના ઘટી હતી. એક કાફેમાંથી બહાર નિકળતી વખતે એક યુવક પર કફર્યુનો ભંગનો આરોપ લગાવી પોલીસ દ્વારા વાનમાં બેસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન  ચારેય તરફથી યુવકને ઘેરીને આડેધડ મારી કોમામાં પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ઉમરા પોલીસના (Umra Police) કેટલાંક પોલીસકર્મીઓ સામે કોર્ટે ફરિયાદ નોંધવાનો હવે હુકમ કર્યો હતો. હવે આ ઘટનામાં પોલીસ કઈ રીતે એક્શન કે છે તે જોવું રહ્યું.

છ મહિના પહેલા ઘટી હતી ઘટના

સુરતના હોડી બંગલા ખાતે રહેતા ફરિયાદી કામીલ અંસારીનો પુત્ર સમીર ગત્ 22 જુન, 2021 એ મિત્ર ઈમરાન શેખ, સાદ ખાન, આતિફ શેખ અને અંસારી અખ્તર સાથે વીઆઇપી રોડ પર કાફેમાંથી પોણા નવ વાગ્યે બહાર નીકળ્યો હતો. આ સમયે ઉમરા પોલીસના ત્રણ પોલીસ કર્મીએ તમામને રોક્યા હતાં. ફરિયાદીના પુત્ર સમીરને પોલીસે પકડીને કહ્યું કે, કફર્યુનો સમય શરૂ થાય છે માસ્ક કેમ પહેર્યું નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પોલીસનો પાવર બતાવવાની કહી વાત?

પોલીસે પૂછપરછ કરતા સમીરે કહ્યું કે, કર્ફ્યુ 10 વાગ્યેથી છે અને હજી 9 વાગ્યા છે. આ સાંભળી પોલીસ કર્મી ઉશ્કેરાયા હતા અને અમને સમય બતાવે છે એમ કહી, ચાલ આજે તને બતાવુ પોલીસનો પાવર કહી સમીરને વાનમાં નાંખી માર માર્યો હતો. ચાલુ વાહનમાં પણ પોલીસે ઢોર માર માર્યો હતો તેવો આરોપ કર્યો છે. તો થોડા સમય બાદ જ સમીરના ફોનથી નિતેષ નામના પોલીસવાળાએ સમીરના મિત્રને ફોન કરી કહ્યું કે, સમીર ચાલુ ગાડીમાંથી કુદી પડયો છે. સિવિલ લઈ જઈએ છીએ.

સમીર કોમામાં સરી પડ્યો

આ ઘટનામાં મગજમાં ઈજાના લીધે સમીર કોમમાં જતો રહ્યો. જે અંગે પરિવારજનોએ ઉમરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ નિતેશ, ધનસુખ સહિતનાઓ સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનર અજય તોમરને રજુઆત કરી હતી. જો કે પોલીસ કમિશનર દ્વારા કોઈ પગલા ન લેવાતા આખરે પરિવારજનોએ એડવોકેટ મારફતે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે પોલીસ કમિશનરને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવાની સાથે રીપોર્ટ કરવા હુકમ કર્યો છે.

ઉમરા પોલીસની દાદાગીરી?

ઉમરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આમ જનતાને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યાના કિસ્સા સામે આવતા રહે છે. અગાઉ ચોક બજારના યુવાનને માર માર્યા બાદ હોડી બંગલાના યુવાનને માર માર્યો હતો અને હાલમાં જ થોડા સમય પહેલા ઉમરા પોલીસ દ્વારા નાઈટ બજારમાં જઈ ત્યાં દુકાનદારો અને ગ્રાહકો પર પણ હુમલો કરાયો હતો. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતાં. ત્યારે ઉમરા પોલીસના જવાબદાર પોલીસ કર્મચારીઓ કે જેઓ આમજનતાને ખોટી રીતે હેરાન કરે છે તેઓ સામે તાત્કાલિક કડક પગલા લેવાય તેવી જરૂર છે.

 

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ થઇ, ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા

આ પણ વાંચો: NCBમાંથી વાનખેડેેની વિદાય : સમીર વાનખેડેનો કાર્યકાળ આજે સમાપ્ત, કંઈક આવી રહી વાનખેડેેની સફર

Published On - 1:29 pm, Fri, 31 December 21

Next Article