સુરતમાં દૂધ ચોરીનો વિડીયો આવ્યો સામે, ખાલી કેરેટ મૂકી દુકાન આગળથી ભરેલા કેરેટ ઉઠાવતા તસ્કરો સક્રિય
સુરતમાં દૂધ ચોરતા વ્યક્તિનો વિડીયો આવ્યો સામે આવ્યો છે. દુકાન આગળથી દૂધ ચોરીની ઘટનાઓ વધી જતા દૂધ વિક્રેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા છે.
Surat Crime: શહેરમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે. જાણે કે તસ્કરોને પોલીસનો ડર જ ન રહ્યો હોય. તસ્કરો બિન્દાસ્ત રીતે ચોરી કરીને ફરાર થઇ જાય છે. સુરતમાં અવારનવાર અનેક ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અમુક ચોરીમાં જોવા મળે છે કે કચરાની પેટીઓ પણ તસ્કરો મુક્ત નથી. ત્યારે આવી જ એક ચોરીની ઘટના સામે આવી છે. આ વખતે તસ્કરોએ દૂધની ચોરી (Theft of milk) કરી છે.
સુરતના કતારગામ વિસ્તારના વેડરોડ વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ચોર દૂધ ચોરતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, રવિવારની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો આવ્યા હતા. જેઓ દૂધના 7 કેરેટ એટલે કે રૂપિયા 5000 કિંમતનું 84 લીટર દૂધ તેમજ કેરેટ અલગથી ચોરી કરીને ભાગતા CCTV માં કેદ થઈ ગયા હતા.
આ ચોર બિન્દાસ્ત પણે કોઈનો ડર રાખ્યા વગર દુધની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામના આ વિસ્તારમાં રોજ રોજ દૂધ ચોરીને લઈને લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. હાલમાં આ સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ખાલી દુધના કેરેટ મુકીને નવા દુધના ભરેલા કેરેટ ટેમ્પામાં મૂકી દે છે.
છેલ્લા 5 દિવસમાં ત્રણ વિક્રેતાઓ ત્યાંથી 48 કેરેટ એટલે કે 576 લિટર દૂધની બિંદાસ્ત ચોરી થતા વિક્રેતાઓમાં રોષ જોવા મળ્યો છે. દૂધના કેરેટની કિંમત ગણીએ તો 14,200 થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે, દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે. જેનું આ જીવંત ઉદાહરણ હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો: PAPER LEAK કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલ ઝડપાયો