AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Video : કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના નાની વેડ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી, બીજી તરફ આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે કાર ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાવવા જઈ રહી હતી જો કે ચાલકે સ્ટેયરીંગ ઘુમાવતા કાર ત્યાં રહેલા ફાર્મના ગેટ સાથે અથડાઈ અને સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી.

Surat Video : કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 4:20 PM
Share

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના નાની વેડ વિસ્તારમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના નાની વેડ વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં સેવન થ્રી ગાર્ડન ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

CCTVમાં જોઈ શકાય છે કે કાર ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાવવા જઈ રહી હતી જો કે ચાલકે સ્ટેયરીંગ ઘુમાવતા કાર ત્યાં રહેલા ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, અકસ્માત બાદ કારના આગળના ભાગે નુકશાન પણ થયું હતું અને કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થયો હતો, આ ઘટના બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક પોતાની કાર લઈને રફુચક્કર થયો હતો. સીસીટીવી પ્રમાણે કાર ચાલક કાર અથડાવે છે. તે દરમિયાન એક મોપેડ ચાલક પણ ત્યાંથી પસાર થતો દેખાય છે જેનો સદનસીબે બચાવ થયો હતો.

આ પણ વાંચો : સાયબર ક્રાઈમ પોલીસે કરી સાયબર ગણેશની સ્થાપના, પ્રસાદમાં અપાય છે સાયબર ફ્રોડથી બચવાની ટિપ્સનું કાર્ડ, જુઓ Video

મનસુખ ભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે નાની વેડ ગુરુકૃપા સોસાયટી પાસે સેવન થ્રી ફાર્મ ગાર્ડન આવેલું છે,. ગતરાત્રીના 10 વાગ્યાના સમયે એક કાર ચાલક કાર લઈને આવતો હતો ત્યાં એક વળાંક છે અને વળાંક લેતા જ ત્યાં કીચડ હતું અને ગાડીનું ટાયર કીચડમાં ગયું  તેટલામાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડીવાઈડર સાથે અથડાવા જતી હતી અને ત્યાંથી કાર સીધી કરવા જતા ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઇ ન હતી આ ઘટના CCTVમાં કેદ થઇ હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">