Surat Crime : રાંદેર વિસ્તારમાં 13 વર્ષ પહેલા લૂંટ કરવાના ઈરાદે વોચમેનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા

સુરતના રાંદેર વિસ્તારમાં લૂંટ કરવાના ઈરાદે 13 વર્ષ પહેલા વોચમેનની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગના મુખ્યા સહીત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પીસીબી પોલીસે મધ્ય પ્રદેશના જાંબુઆથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી.

Surat Crime : રાંદેર વિસ્તારમાં 13 વર્ષ પહેલા લૂંટ કરવાના ઈરાદે વોચમેનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 06, 2023 | 4:31 PM

સુરતમાં પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે મધ્ય પ્રદેશના (Madhya Pradesh) જાંબુઆથી આરોપી કેશરીયા મંગલીયા બારિયા, બાબુભાઈ વેસ્તા બારિયા તથા રમુભાઇ વેસ્તા બારિયાને ગામમાં આવતા જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી કેશરીયાએ તેમના ગામના બીજા લોકોની સાથે મળી પોતાની કેશરીયા ગેંગ બનાવી ગેંગના માણસો અલગ અલગ શહેરોમાં મજુરી કામે જઈ ત્યાં નવા બાંધકામ વાળી સોસાયટીઓની રેકી કરી એકલ દોકલ મકાનમાં રહેતા લોકોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા.

ટાઉનશીપની રેકી કરી ધાડનો હતો પ્લાન

વર્ષ 2010માં તેમની ગેંગના સભ્યો કાજુ માંગલીયા બારિયા, બીજીયા શાકરીયા બારીયા તથા રેવાભાઈ તેજાભાઈ બારીયા સુરત ખાતે રહેતા હતા અને તેઓએ રાંદેર મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે નવી બંધાતી સોસાયટી વૈષ્ણવદેવી ટાઉનશીપની રેકી કરી તેમાં ધાડ પાડવાનો પ્લાન ઘડ્યો હતો.

વોચમેન ઉપર કર્યો હતો જીવલેણ હુમલો

રાત્રીના સમયે ગેંગના 6 સભ્યો ચડ્ડી બનીયાન પહેરી જીવલેણ હથીયાર સાથે સોસાયટીમાં લૂંટ કરવા જતા ગેટ ઉપર હાજર ગનમેન તેમને જોઈ જતા તેણે પડકારતા ગેંગના લોકોએ તે વોચમેન ઉપર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં બંદુક તથા મોબાઈલ ફોન લૂંટી ત્યાંથી નાસી ગયા હતા.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

જે ગુનામાં તેની ગેંગના સુરત ખાતે રહેતા ત્રણેય સભ્યો પકડાઈ ગયા હતા આ ઉપરાંત આરોપીઓને શોધવા પોલીસ તેમના ગામમાં જાય ત્યારે તેઓ ત્યાંથી નાસી જઈ ગુજરાતના અલગ અલગ શહેરોમાં રહી મજુરી કામ કરવા લાગ્યા હતા તેમજ પોલીસ તેમના સુધી પહોચી ન શકે તે માટે તેઓ કોઈ એક જગ્યાએ વધુ સમય રહેતા ન હતા.

આ પણ વાંચો  : Breaking News : સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં સીઆર પાટીલે કર્યુ મતદાન, જુઓ Video

તેમજ તેમના ગામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો જેથી તે કાર્યક્રમમાં હાજરી આપવા ગામમાં પ્રવેશે તે પહેલા જ સુરત પીસીબી પોલીસે સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">