Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: માઉઝર પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીઓના ઈરાદા જાણવા PCBએ યુપી પોલીસની મદદ માગી

Vadodara: માઉઝર પિસ્તોલ સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓનુ યુપી કનેક્શન ધરાવે છે. આરોપીઓ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આવેલી લેબર કોલોનીના રહેવાસી હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. આથી આરોપીઓના ઈરાદા જાણવા પીસીબીએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદ માગી છે.

Vadodara: માઉઝર પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીઓના ઈરાદા જાણવા PCBએ યુપી પોલીસની મદદ માગી
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 24, 2023 | 12:00 AM

Vadodara: વડોદરા PCB દ્વારા બે માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવેલ ત્રણ આરોપીઓ અને ઉત્તરપ્રદેશથી આ પિસ્તોલ મોકલનાર હથિયાર માફિયા સહિતના ચાર આરોપીઓ અંગે ઉત્તર પ્રદેશ પોલીસ પાસે માહિતી મંગાવી છે. ચારેય આરોપીઓ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી સંબંધ ધરાવે છે.

પોલીસ કમિશનરના સીધા આદેશ હેઠળ કામ કરતી PCB (પ્રીવેંશન ઑફ ક્રાઇમ બ્રાન્ચ) ના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાન્ત અને હેડ કોન્સ્ટેબલ દીપેશ સિંઘ નરેશસિંઘને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી દેશી બનાવટના હથિયારો સાથે આવેલા બે ઈસમો વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં હથિયાર વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે.

“એક અપંગ અને હાથ માં ઘોડી”ની બાતમી આરોપીઓને ઓળખવામાં ખૂબ અસરકારક રહી

PCBના બંને કોન્સ્ટેબલને બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે હથિયાર વેચવા આવેલા બંને યુવકો 30 થી 35 વર્ષની વયના છે અને તે પૈકીનો એક અપંગ હોવાથી ઘોડી લઈને ચાલે છે. PCBની ટીમ જ્યારે આ બંનેને ઝડપવા કાર્યરત હતી ત્યારે આ નિશાનીને આધારે બંનેને સરળતાથી ઓળખી કાઢી તેઓની તલાશી લેતા બંને પાસેથી બે માઉઝર પિસ્તોલ મળી આવી.

વાસી ભાત કેમ ન ખાવા જોઈએ? જાણો..
Neem and Health: રોજ સવારે લીમડાના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થશે?
મખાના સાથે આ ડ્રાયફ્રૂટ્સ ખાઓ, વિટામિન D ઝડપથી વધશે
IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો

પિસ્તોલ મંગાવનાર એક માસ પૂર્વજ વડોદરા આવ્યો

Pcb ની ટીમે બંનેની પૂછપરછ કરતા તેઓ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આવેલી લેબર કોલોનીના રહેવાસી હોવાનું જણાવ્યું, એક નું નામ સાદાબ ઉર્ફે શબ્બુ કુદ્દન પઠાણ, તથા મોહંમદ જાવેદ મુનનેખાન અબ્બાસી હોવાનું જણાવ્યું, તેઓ આ બંને પિસ્તોલ વડોદરા ના તાંદલજામાં રહેતા નાજીમ નાસિર અલી શેખ નામના ઈસમને આપવા આવ્યા હતા.

PCB એ નાજીમને પણ ઝડપી પાડી તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું કે તે પણ મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો રહેવાસી છે અને એક માસથી જ તે તેના તાંદલજામાં રહેતા સસરા ને ત્યાં રહેવા આવ્યો હતો.

હથિયાર મોકલનાર પણ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો

હથિયાર લઈને આવેલ બંને અને હથિયાર ખરીદનાર તો ઉત્તરપ્રદેશ ના ફિરોઝાબાદના વતની છે પરંતુ હથિયાર મોકલનાર પણ ફિરોઝબાદનો છે, ફિરોઝ ઉર્ફે શાલું ઉર્ફે રાસીદ સલીમ પઠાણ નામના શખ્સ પાસેથી આ માઉઝર પિસ્તોલ લઈ વડોદરા આવ્યા હોવાનું બંને આરોપીઓ એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : Vadodara: મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ જામીન મુક્ત, ભાજપના કાર્યકર આરોપીને કરાયો સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો

PCBના ઇન્ચાર્જ પીઆઈએસ ડી રાતડાએ જણાયું કે નાજીમે હથિયાર ક્યાં ઈરાદાથી મંગાવ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.હથિયાર ની લે વેચ કરનારી ગેંગ સાથે સંકળાયેલો છે કે વડોદરામાં કોઈ ઘટનાને અંજામ આપવા આ પિસ્તોલ મંગાવી છે કે કોઈને વેચવા મંગાવી છે તે તમામ મુદ્દે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચારેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ. મુજબ ગૂનો નોંધી ચારેય અંગે ની વધુ વિગતો ઉત્તરપ્રદેશ પોલીસ પાસે માંગવામાં આવી છે. ચારેય પાસેથી વધુ વિગતો મેળવ્યા બાદ તેઓના ઇરાદાઓ સ્પષ્ટ થશે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">