Breaking News સુરતમાં AAPના મહિલા ઉમેદવાર ફોર્મ ન ભરી શકતા કર્યું ચોંકાવનારું કૃત્ય, આખું સુરત જોતું રહી ગયું, જુઓ Video

સુરતમાં AAPના વોર્ડ નં. 14ના ઉમેદવાર ગૌશાલી ગાંગાણીએ કલેક્ટર કચેરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઉમેદવારી ફોર્મ ન ભરી શકતા તેમણે આ પગલું ભર્યું.

Breaking News સુરતમાં AAPના મહિલા ઉમેદવાર ફોર્મ ન ભરી શકતા કર્યું ચોંકાવનારું કૃત્ય, આખું સુરત જોતું રહી ગયું, જુઓ Video
| Edited By: | Updated on: Apr 11, 2026 | 5:30 PM

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નં. 14ની AAP (આમ આદમી પાર્ટી)ની મહિલા ઉમેદવાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, ઉમેદવાર ગૌશાલી ગાંગાણીએ સુરત કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઇલ પી લેતા હંગામો મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગૌશાલી ગાંગાણીને AAP દ્વારા વોર્ડ નં. 14માંથી ટિકિટ આપવામાં આવી હતી. જોકે, કોઈ કારણસર તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. આ પરિસ્થિતિથી નિરાશ થઈ તેમણે આકસ્મિક પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

આ ઘટનાને લઈને ગૌશાલી ગાંગાણીએ ચૂંટણી પંચ તેમજ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે તેમની ઉમેદવારીને અસર કરવા માટે દાવેદારી ચેક કેન્સલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ફોર્મ ભરવામાં નિષ્ફળ રહ્યા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તેમની સ્થિતિ અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ ઘટના શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

સુરત મનપા ચૂંટણી માટે ભાજપે 30 વોર્ડના 107 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List

Published On - 5:29 pm, Sat, 11 April 26

Follow Us