SURAT : શહેરમાં CORONA વાયરસના 630 નવા કેસ, જાણો ક્યાં ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા

SURAT CORONA UPDATE : સુરતના અઠવા ઝોનમાં સૌથી વધારે 295 કેસો નોંધાયા છે, જ્યારે તે બાદ રાંદેર ઝોનમાં 131 કેસો નોંધાયા છે.

SURAT : શહેરમાં  CORONA વાયરસના 630 નવા કેસ, જાણો ક્યાં ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા
SURAT CORONA UPDATE
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:33 PM

આજે જે 630 કેસો નોંધાયા છે. તેમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે.

SURAT : સુરત શહેરમાં કોરોના (CORONA) ના કેસોએ રફતાર પકડી છે. અને હવે રોકેટ ગતિથી કોરોનાના કેસો રોજબરોજ નવો રેકોર્ડ કરી રહ્યા છે. આજે 5 જાન્યુઆરીએ બપોર સુધી કોરોનાના 250 કેસો નોંધાયા હતા. જ્યારે સાંજ સુધી આ કેસોની સંખ્યા 630 પર પહોંચી ગઈ છે. આ જ બતાવે છે કે કોરોનાના કેસોની સંખ્યા કેટલી બમણી ગતિથી વધી રહી છે.

ક્યાં ઝોનમાં કેટલા કેસ ? આજે જે 630 કેસો નોંધાયા છે. તેમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે. સુરતના અઠવા ઝોનમાં સૌથી વધારે 295 કેસો નોંધાયા છે, જ્યારે તે બાદ રાંદેર ઝોનમાં 131 કેસો નોંધાયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આજે 17 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. 100 ટકા નજીક પહોંચેલો રિકવરી રેટ ઘટીને 96.86 ટકા થઈ ગયો છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવનારા દોઢ મહિના સુધી લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે, કારણ કે હજી પણ કોરોનાના કેસો વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

જોકે આટલા કેસો વધવા છતાં લોકોમાં હજી ગંભીરતા નહિ જોવા મળતા વહીવટીતંત્ર ની ચિંતા પણ વધી છે.લોકોને એ અપીલ કરવામાં આવી છે કે ભલે હોસ્પિટલાઇઝેશન ઓછું હોય પણ તેને સહજતાથી લેવાની જરૂર નથી.

આજે 58 વિદ્યાર્થીઓ પોઝિટિવ સુરતમાં આજે અલગ અલગ શાળા અને કોલેજો મળીને 58 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) અને અન્ય કોલેજોમાંથી પણ હવે યુવાનો સંક્રમિત થયા છે. જ્યારે જે શાળામાંથી કેસો આવ્યા છે, તે શાળાના જે તે વર્ગને બંધ કરવામાં આવ્યા છે.

ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સુરત મહાનગરપાલિકા (SMC)દ્વારા ટેસ્ટિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. હાલ સુરત શહેરના અઠવા અને રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારમાં રોજના 15 હજારથી વધુ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ધવન્તંરી રથની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.

ધન્વંતરી રથની સંખ્યા 99 થી 156 કરાઈ ડિસેમ્બર મહિનાના બીજા પખવાડિયાના પ્રારંભ સાથે જ સુરત શહેરને જાણે કોરોનાની નજર લાગી હોય તેમ કેસો ગણતરીના દિવસોમાં બમણાં થઈ રહ્યા છે. અઠવા અને રાંદેર ઝોન તો જાણે કોરોના મહામારીના ગઢ હોય તેમ સૌથી વધુ કેસો આ બન્ને ઝોનમાં નોંધાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના સંપર્કમાં આવેલા નાગરિકોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. એક તબક્કે સુરત શહેરમાં ધનવંતરી રથની સંખ્યા 99 હતી જે હવે તબક્કાવાર વધારીને 156 પર પહોંચી ચુકી છે અને આગામી દિવસોમાં હજી પણ વધારો થઇ શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો

g clip-path="url(#clip0_868_265)">