સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો, ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબો ઝડપાયા

|

Mar 20, 2024 | 11:14 PM

કમ્પાઉન્ડરનું કામ હોય છે કે ડોક્ટર જે દવા લખી આપે એ તમને આપે. પરંતુ સુરતમાં તો ત્રણ કમ્પાઉન્ડરો એવા નીકળ્યા કે જે કયા રોગમાં કઈ દવા અપાય તેનું અધકચરું જ્ઞાન મળતાં જ પોતાના અલગ અલગ ક્લિનિક શરૂ કરી દીધા. જો કે, તેમની આ ઝોલાછાપ પ્રેક્ટીસ બહુ ચાલી નહીં. પોલીસે આ ત્રણેય ડોક્ટરની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો, ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબો ઝડપાયા
Surat

Follow us on

સુરતના ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા ત્રણ તબીબોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય બોગસ ડોક્ટરો પાસેથી દાવા સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પહેલાં બનાવમાં એસઓજી પોલીસે ડિંડોલીના સીઆર પાટીલ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1 પાસે માતોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દુધનાથ પાલની ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 12,626 તથા રોકડ રૂપિયા 1.02 લાખ મળી કુલ 1.14 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ઉધના વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો. જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

બીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં હરીનગર સોસાયટીમાં આવેલા મધુમીતા ક્લિનિક નામના દવાખાના પર પોલીસે રેડ કરી હતી. અહીંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી ઉતમ બીમલ ચક્રવાતીને ઝડપી પાડ્યો હતો. તેના દવાખાનામાંથી પોલીસે દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 7,415 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગોડાદરા વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટરની મદદમાં રહીને દર્દીઓને દવા આપતા આપતા તેને લાગ્યું કે હવે તેને બધી ખબર પડી ગઈ છે એટલે હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા આઠેક વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો.

જ્યારે ત્રીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલા સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી તો ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સંજયકુમાર રામક્રિપાલ મોર્યાને ઝડપી પાડ્યો હતો. તેના ક્લિનિકમાંથી પોલીસે અલગ અલગ દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 83,446નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપીની પૂછપરછમાં તે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો એને પણ લાગ્યું કે તે હવે દવા આપવા સક્ષમ છે. એટલે તેણે હોસ્પિટલની નોકરી છોડી છેલ્લા ત્રણ વર્ષથી આ ક્લિનિક શરૂ કરી દીધું હતું. જો કે, પોલીસે હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article