AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના સામે આવી છે.

Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે
Surat: Two friends from Surat donated 13 organs after death and revived others
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 3:39 PM
Share

સુરતમાં અંગદાનના કિસ્સાઓ ઘણા બને છે.પણ તાજેતરમાં સામે આવેલી અંગદાનની ઘટના સૌની આંખોમાં આંસુ લાવી દે તેવી છે. સુરતમાં રહેતા બે મિત્રો મીત અને ક્રિશ પહેલા ધોરણથી સાથે જ અભ્યાસ કરતા હતા. તારીખ 24 ઓગસ્ટના રોજ બંને મિત્રો પોતાની એક્ટિવા ગાડી પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કારચાલકની અડફેટે આવતા બંને નીચે પડી ગયા હતા. અને તેઓને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

બંનેને બ્રેઈન હેમરેજ થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. નિષ્ણાંત તબીબો અને ન્યુરોસર્જનને બંનેને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારના એક મિત્રે શહેરની ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરીને મીત અને ક્રિશ ના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટિમ દ્વારા હોસ્પિટલ પહોંચીને પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. અને તેની આખી પ્રક્રિયા સમજાવી હતી. બંને મિત્રોના માતાપિતા અને પરિવાર જનો તેમના અંગોના દાન માટે તૈયાર થયા હતા.

મીતના પિતાએ જણાવ્યું હતું કે મીતના અંગદાન થકી તેઓ મીતને જીવિત જોવા માંગીએ છીએ. જેથી તેઓ ઓર્ગન નિષ્ફ્ળ થનાર દર્દીઓ માટે મીતના અંગોનું દાન કરવા તૈયાર થયા હતા. તે જ પ્રમાણે ક્રિશ ના માતાપિતાએ પણ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. અને જીવનમાં કોઈપણ ચીજ વસ્તુઓનું દાન કરી શકે તેવું નથી. જેથી અંગદાન કરીને તેઓ અન્યોને જીવનમાં ઉપયોગી થવા માંગે છે.

બંને પરિવારજનોની અંગદાનની સંમતિ મળતા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાનની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ક્રિશ અને મીતની કિડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને, લીવર અમદાવાદની શેલ્બી હોસ્પિટલને, મીતનું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલને, અને ક્રિશ ના ફેફસા હૈદરાબાદના ક્રિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ક્રિશ અને મીતના ચક્ષુઓનું દાન પણ લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

ક્રિશ ના ફેફસા સુરતથી 926 કિમીનુ અંતર 180 મિનિટમાં કાપીને પુનાના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જે છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ પર હતા. જયારે ક્રિશ ના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના 55 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. અને મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં કરવામાં આવ્યું હતું. સુરતથી 288 કિમીનું અંતર 90 મિનિટમાં કાપીને મિટનું હૃદય બરોડાની 21 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું હતું.

આમ એક જ દિવસમાં 13 અંગો અને ટીસ્યુઓના દાનની ગુજરાતની આ પ્રથમ ઘટના છે. આમ, બંને મિત્રોએ મૃત્યુ પછી પણ બાર વ્યક્તિઓને નવ જીવન આપ્યું છે.

આ પણ વાંચો :

Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">