AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતની દંગલ ગર્લ્સ, ચાની લારી ચલાવતા પિતાની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢ્યું

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કુસ્તી પારંપરિક રમત ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં આગળ આવી રહ્યા છે. 

Surat : સુરતની દંગલ ગર્લ્સ, ચાની લારી ચલાવતા પિતાની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:24 PM
Share

સુરતની મહિલા (Women) ખેલાડીઓ પણ હવે રમતગમત ક્ષેત્રમાં (Sports) આગળ આવી રહી છે અને નામ રોશન કરવા માટે માત્ર ક્રિકેટનો જ ઈજારો હોય તેવું પણ રહ્યું નથી. અન્ય રમતોમાં પણ યુવતીઓ આગળ આવીને નામ ચમકાવી રહી છે. 

આમિર ખાનની ફિલ્મ દંગલ તો તમે જોઈ જ હશે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં. જ્યાં ચાની લારી ચલાવતા વ્યક્તિની ત્રણ દીકરીઓ કુસ્તીમાં કાઠું કાઢી રહી છે. અત્યાર સુધી એવું હતું કે કુસ્તી મોટાભાગે પુરુષોની રમત છે પણ હવે દીકરીઓ પણ તેમાં ભાગ લઈને સિદ્ધિ મેળવી રહી છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કુસ્તી પારંપરિક રમત ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં આગળ આવી રહ્યા છે.

ઉધના વિસ્તારમાં શિવ સાંઈનગર સોસાયટીમાં રહેતા રામલખન રાયકવાર ચા નાસ્તાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં ત્રણ દીકરીઓ છે. તેમની ત્રણ દીકરીઓમાં નીલમ, સોનુ અને મોનુએ તાજેતરમાં જ યુપીના અમેઠીમાં રમાયેલી નેશનલ રેસલિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાંથી નીલમે આ સ્પર્ધામાં ચોથો ક્રમ મેળવીને પરિવારનું નામ પણ રોશન કર્યું છે.

પરિવારની બે દીકરી સોનુ અને મોનુ બંને ટ્વીન્સ છે. તેઓ કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. સોનુએ ખેલ મહાકુંભમાં 2019માં પાટણમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને સિનિયર રેસલિંગ ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેણીએ અમદાવાદ ખોખરા સ્પોર્ટર્સ કોમ્પલેક્ષમાં આયોજિત જુનિયર રેસલિંગ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તે જ પ્રમાણે મોનુએ પણ સ્ટેટ ઈન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને હરિયાણા ભવાનીમાં આયોજિત નેશનલ ઈન્ટરકોલેજમાં સિલેક્ટ થઈ હતી.

નેશનલ ચેમ્પિયનશીપમાં ચોથા ક્રમે આવનાર નીલમે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ રેસલિંગ સ્પર્ધામાં 23 કેટેગરીમાં તેમને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિરોધી ખેલાડી અને કોચે તેની ફરિયાદ કરી હતી. તેથી ફરીવાર મેચ રમાડવામાં આવી હતી. જેમાં પણ નીલમ ચેમ્પિયન થતા હરીફ ખેલાડીએ હાર માની હતી. જીતનાર નીલમ છેલ્લા ચાર વર્ષથી કુસ્તી રમે છે. તેણે ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. પાવરલિફ્ટિંગમાં પણ તે સ્ટેટ ચેમ્પિયન રહી ચુકી છે.

તેના પિતા ચાની લારી ચલાવે છે પણ કુસ્તી માટે દીકરીઓનો આવો ઉત્સાહ જોતા તેઓની પણ છાતી ગજ ગજ ફૂલી જાય છે. તેઓ હજી ઈચ્છે છે કે તેમની દીકરીઓ આ ક્ષેત્રમાં હજી આગળ વધે અને પરિવારનું નામ તેમજ શહેરનું નામ વધારે ઝળહળતું કરે.

આ પણ વાંચો: SURAT : મનપાની સામાન્ય સભામાં હોબાળો, ભીમરાટ ગામ નજીક રોડ બનાવવાની મંજૂરી મુદ્દે વિપક્ષનો વિરોધ

આ પણ વાંચો: KUTCH : રાપર, ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને ગાંધીધામમાં વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય 

Follow Us
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">