SURAT : મેયર બંગલો બનીને તૈયાર, કુંભઘડો પણ મુકાયો પણ મેયર રહેવા જશે કે નહીં તે સવાલ

SURAT : મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા તાજેતરમાં જ મનપાએ પાંચ પ્લોટ હરાજીમાં મુક્યા છે. તો બીજી તરફ રૂપિયા 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાળાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.

SURAT : મેયર બંગલો બનીને તૈયાર, કુંભઘડો પણ મુકાયો પણ મેયર રહેવા જશે કે નહીં તે સવાલ
મેયરનો બંગલો તૈયાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 26, 2021 | 7:44 PM

SURAT : મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા તાજેતરમાં જ મનપાએ પાંચ પ્લોટ હરાજીમાં મુક્યા છે. તો બીજી તરફ રૂપિયા 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાળાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.

સુરતના અલથાણ ખાતે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને તેમાં હવે 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે. મેયરનો આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે.

તમામ મહાનગરોમાં એકમાત્ર સુરત જ એવું શહેર છે જ્યાં મેયર બંગલો બનીને તૈયાર થયો છે. પણ મેયર તેમાં રહેવા જશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. મેયર હેમાલી બોઘાવાળા હાલ તેમના પરિવાર સાથે અડાજણ વિસ્તારમાં પોતાના મકાનમાં રહે છે. ત્યારે નવા મેયર બંગલામાં રહેવા માટે તેઓ હજી તૈયાર ન હોવાનું માલુમ પડ્યું છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

ઓક્ટોબર 2017માં મેયર બંગલા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. અને લાંબા ઇંતજાર બાદ આ બંગલો આખરે બનીને તૈયાર થયો છે. મેયર હેમાલીબેને વૈશાખ સુદ એકમના દિવસે શુભ મુહૂર્તમાં કુંભ ઘડો પણ મૂકી દીધો છે. પણ બંગલામાં કાયમી રહેવા માટે તેમણે હજી કોઈ તૈયારી કરી નથી.

જોકે આ બાબતે વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે જ્યારે મનપા સામે ફાઇનાન્સિયલ ક્રાઇસીસ ઉભા થઇ શકે તેવા સંજોગો હોય આવા ખર્ચાઓને ટાળવું જોઈએ. એક તરફ પાયાની સુવિધા માટે લોકોની ફરિયાદો ઉઠતી હોય ત્યાં આવા ખોટા ખર્ચા કરીને પ્રજાના પૈસાનો બગાડ ન થવો જોઈએ તેવી વિપક્ષે માંગ કરી છે. વિપક્ષનું કહેવું છે કે આ જ જગ્યાનો ઉપયોગ કોઈ લોકહિતના કામ માટે પણ કરી શકાયો હોત.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">