Surat : ડિસેમ્બરના અંત સુધીમાં ડ્રિમ સિટીના પહેલા ફેઝનું કામ પૂર્ણ થશે, વડાપ્રધાનને આવકારવા ગુજરાતનો શ્રેષ્ઠ ગેટ પણ તૈયાર કરાશે

ડ્રિમ સિટીનો ગેટ ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ ગેટ બનશે. રૂ. 9 કરોડના ખર્ચે ડાયમંડ આકારના સંપૂર્ણ ગ્લાસનાં ગેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 35 ટકા સુધીની કામગીરી પુરી થઇ ગઈ છે.

Surat : ડિસેમ્બરના અંત સુધીમાં ડ્રિમ સિટીના પહેલા ફેઝનું કામ પૂર્ણ થશે, વડાપ્રધાનને આવકારવા ગુજરાતનો શ્રેષ્ઠ ગેટ પણ તૈયાર કરાશે
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:13 PM

ખજોદમાં ડ્રિમ સીટી (Dream City) પ્રોજેક્ટના પહેલા ફેઝની કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં સાકાર કરવામાં આવશે અને જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) આવકારવા માટે રૂ. 389 કરોડના કામો બહું ઝડપથી સાકાર કરવા માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.

જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણની શક્યતાને પગલે ડ્રિમ સિટીની સાઈટ પર ચહલ પહલ વધી ગઈ છે. ડ્રિમ સીટી અંતર્ગત પહેલા ફેઝમાં સુરત ડાયમંડ બુર્સની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

પહેલા ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ સુવિધા, ઇલેક્ટ્રિક, બ્યુટીફીકેશન સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે. આ કામગીરી 104 કરોડના ખર્ચે પુરી કરવામાં આવશે. બીજા ફેઝમાં રૂ. 215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. ડ્રિમ સીટી ખાતે મેટ્રો ઉપરાંત બીઆરટીએસ અને સીટી બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં વહીવટી ભવન અને 53 હજાર ચોરસ મીટર જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુજરાતના શ્રેષ્ઠ ગેટમાંથી વડાપ્રધાનનો કાફલો પ્રવેશશે ડ્રિમ સિટીનો ગેટ ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ ગેટ બનશે. રૂ. 9 કરોડના ખર્ચે ડાયમંડ આકારના સંપૂર્ણ ગ્લાસનાં ગેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 35 ટકા સુધીની કામગીરી પુરી થઇ ગઈ છે. આ ગેટમાં જ કાફેટેરિયા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આટલો વિશાળ અને ડેકોરેટિવ ગેટ ક્યાંય નથી. જાન્યુઆરીમાં વડાપ્રધાનનો કાફલો આ ગેટમાંથી પસાર થઈને ડ્રિમ સિટીમાં પ્રવેશ કરશે.

પાંચ ફેઝમાં ડ્રિમ સિટીની કામગીરી સાકાર કરાશે ડ્રિમ સીટી સાકાર કરવા માટે રાજ્ય સરકારે 2016 માં ખુડાની રચના કરી હતી. તેના સંચાલન માટે રાજ્ય સરકારે રૂ. 100 કરોડની પેઈડ અપ કેપિટલ સાથે કંપનીની રચના કરી છે. આ કંપનીનું કામ ડ્રિમ સીટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. પાંચ ફેઝમાં ડ્રિમ સીટી પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે. પહેલા ફેઝની કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બીજો ફેજ 2023 માં શરૂ કરવાનો હતો. પરંતુ ઝડપી કામગીરીને જોતા બીજો ફેજ 2021માં જ શરૂ કરી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Surat: સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવામાં 2 સામે ફરિયાદ, માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, જાણો વિગત

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">