AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાના નવા અવતાર ઓમિક્રોનના વર્તાવ અને અસર આગામી દિવસોમાં ખબર પડશે : નિષ્ણાંત

૨સી લેવી જોઇએ. શરદી - ખાંસી હોય તો તત્કાલીક તપાસ કરાવવી માસ્ક પહેરવું. અન્ય લોકોથી એક મીટરનું ભૌતિક અંતર રાખવું. વેન્ટિલેશન સુધારવા માટે બારીઓ ખોલવી જોઇએ. નબળી વેન્ટિલેટેડ અથવા ગીચ જગ્યાએ જવાનું ટાળો.

Surat : કોરોનાના નવા અવતાર ઓમિક્રોનના વર્તાવ અને અસર આગામી દિવસોમાં ખબર પડશે : નિષ્ણાંત
Omicron Virus
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:28 PM
Share

કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો(Omicron ) ગુજરાતમાં પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે . ઓમિક્રોન વેરિઅન્ટ અને સામાન્ય કોરોનાના લક્ષણોમાં શું તફાવત છે ? રસી(Vaccine ) કેટલી અસરકારક છે ? લોકોએ શું સાવચેતી રાખવી જોઇએ ? તે સંદર્ભે વધુ માહિતી આપતા શહેરના જાણીતા ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો . સમીર ગામીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો બી .1.1.529 વેરિઅન્ટ ઓમિક્રોન છે અને તેના 50 જેટલા મ્યૂટેશન છે . આ વેરિઅન્ટ સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે .

ત્યાં 2 હજાર થી વધુ કેસ નોંધાયા છે . આ વાયરસ આક્રમક રીતે એટલે ઝડપથી ફેલાઇ શકે છે , પરંતુ તે એટલો ગંભીર નથી . ઓમિક્રોન વેરિઅન્ટ પર રસી કેટલી અસરકારક રહેશે , તે હાલ કહી શકાય નહીં . પરંતુ રસી લીધી હોય તો પણ સંક્રમણ થઇ શકે છે . રસી ન લીધી હોય તો ગંભીર રીતે સંક્રમણ થઇ શકે છે . ભારત દેશમાં પાંચ ડિસેમ્બર સુધી ઓમિક્રોન વેરિઅન્ટના 21 કેસ નોંધાયા છે .

જિનોમ સીક્વન્સ કર્યા પછી ખબર પડે કે સામાન્ય કોરોના છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ છે . આ વેરિઅન્ટ ભારત દેશમાં કઇ રીતે વર્તશે ? કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે ? કે નબળો થઇ જશે ? એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે . હાલ તો આ વેરિઅન્ટ કોઇપણ વયના લોકોને થઇ શકે છે . નવા વેરિઅન્ટની સારવાર માટે દવા સરખી જ છે . દર્દીને ક્વોરેન્ટીન કરવા , આઇસોલેશનમાં રાખવા .

ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો : થાક લાગવો ,ગળામાં બળતરા ,સામાન્ય શરદી – ખાંસી,  સામાન્ય કોરોનાની જેમ સ્વાદ – સુગંધમાં ફેરફાર થતો નથી.

શહેરીજનોએ શું સાવચેતી રાખવી જોઇએ ? ૨સી લેવી જોઇએ. શરદી – ખાંસી હોય તો તત્કાલીક તપાસ કરાવવી માસ્ક પહેરવું. અન્ય લોકોથી એક મીટરનું ભૌતિક અંતર રાખવું. વેન્ટિલેશન સુધારવા માટે બારીઓ ખોલવી જોઇએ. નબળી વેન્ટિલેટેડ અથવા ગીચ જગ્યાએ જવાનું ટાળો. હાથ સાફ રાખો. ખાંસી કે છીંક આવે ત્યારે નાક – મોઢા પર રૂમાલ રાખો અથવા હાથ કોણી પાસેથી વાળી નાક મોઢા પર રાખો.

વિદેશથી આવનાર વ્યક્તિ પોઝિટિવ આવશે તો સેમ્પલ જિનોમ સીક્વન્સ માટે મોકલાશે : ડો . આશીષ નાયક કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાતા સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતી માટે કઇ કઇ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે તે સંદર્ભે મનપાના આરોગ્ય કમિશનર ડો . આશિષ નાયકે જણાવ્યું હતું કે એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવે છે . વિદેશથી આવનાર વ્યક્તિઓને ફરજિયાત ક્વોરેન્ટીન કરવાનું , તેઓના આરટી પીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવે છે . તે ઉપરાંત વિદેશથી આવનાર વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે , તો તેના સેમ્પલ જિનોમ સીક્વન્સ માટે મોકલવામાં આવશે અને જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તે વ્યક્તિને અલગથી આઇસોલેટ કરવામાં આવશે . સ્મીમેર હોસ્પિટલ ખાતે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે .

આ પણ વાંચો : Surat : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત

આ પણ વાંચો : Surat : સુરતની રબર ગર્લ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવી પરત ફરી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">