કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે. અને જનજીવન ધીમેધીમે સામાન્ય પણ બની રહયું છે. પરંતુ લોકડાઉન પોતાની છાપ છોડી ગયું છે. લોકડાઉનના કારણે કેટલાય લોકોની જિંદગી બેરંગ બની ચૂકી છે. ત્યારે સૂરતમાં ટયૂશન ક્લાસ ચલાવતા શિક્ષકો પાસે લોકડાઉન બાદ ધંધો રોજગાર ન હોવાથી શિક્ષકો અન્ય ધંધા તરફ આગળ વધ્યા છે. અને પેટિયું રળવા રસોઇ કરવા મજબુર બન્યા છે. વિધાર્થીઓને દિશા બતાવનાર શિક્ષકો પોતે જ પરિસ્થિતીના કારણે દિશાવિહીન બન્યા છે. આગામી દિવસોમાં શાળા શરૂ થવાના કોઇ જ એંધાણ નથી. માટે શિક્ષકો માટે નવો ધંધો શરું કરવો જ એકમાત્ર વિકલ્પ છે. કોણ છે આ શિક્ષક અને કેવો કપરો છે તેમનો કપરો સમય ? જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો