AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:34 PM
Share

કોરોના (Corona) મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક (Financial) સહાય યોજના અંતર્ગત જિલ્લા કલેકટર આયુષ ઓક (Aayush Ook) દ્વારા અત્યાર સુધી 701 ફોર્મ પર મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે. જે પૈકી સુરત શહેર અને જિલ્લાના 286 અરજદારોને ગઈકાલ સુધી 50 – 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના સખ્ત આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોતને ભેટનાર પરિવારજનોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા કલેકટરના વહીવટી તંત્રને 1956 અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી અને ત્યારબાદ સહાયની રકમ મૃતકના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા ત્વરિત જમા કરાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

શનિવાર અને રવિવારની રજા હોવા છતાં કોરોનાના મૃતકના વારસદારોને આર્થિક સહાય અર્થે વહીવટી તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેને પગલે રવિવારે સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તાર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને 286 અજદારોને સહાય અર્પણ કરવામાં આવી હતી. જ્યારે આજે પણ વહેલી સવારથી જિલ્લા કલેકટર કચેરીમાં મૃતકના પરિવારજનોની ફોર્મ ચકાસણી અને આર્થિક સહાય ચુકવણીની કામગીરી દરમ્યાન આજે બપોર સુધી કુલ્લે 701 ફોર્મને મંજુરી આપી દેવામાં આવી છે. જેને પગલે કોરોનામાં મોતને ભેટેલા પરિવારજનોને આર્થિક સહાયની હવે એક – બે દિવસમાં ચુકવણી કરવામાં આવશે.

100થી વધુ પરિવારોનો સહાય લેવાનો ઈન્કાર કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ એક પરિવારો છે જેઓએ આ મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા હોવા છતાં સરકારની આર્થિક સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે.

સહાય ચુકવણીમાં સુરત રાજ્યમાં મોખરે સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે અને જેમાં સુરત શહેરના 469 જ્યારે જિલ્લાના 232 પરિવારજનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">