Surat : સુરતના આંકડા જણાવે છે કે વેક્સીન લીધા પછી પણ શા માટે સાવચેતી જરૂરી છે

તમે રસી લઇ લીધી એટલે કોરોના હવે તમારું કંઈ બગાડી નહીં શકે એવું માનીને બેફિકર થઇ જવું તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે.

Surat : સુરતના આંકડા જણાવે છે કે વેક્સીન લીધા પછી પણ શા માટે સાવચેતી જરૂરી છે
Surat: Surat statistics show why caution is necessary even after vaccination?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 8:09 AM

કોરોનાથી(Corona )બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા માટે વેક્સીન(Vaccine ) જરૂરી અને એકમાત્ર ઉપાય છે. તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ વેક્સીન લીધી હોય તો સુરક્ષિત(Safe ) થઇ ગયા તેવું માની લેવાય નહિ.

તમે રસી લઇ લીધી એટલે કોરોના હવે તમારું કંઈ બગાડી નહીં શકે એવું માનીને બેફિકર થઇ જવું તમારા માટે જોખમી(Risky ) સાબિત થઇ શકે છે. નિષ્ણાંતોના મતે કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન(vaccination) ખુબ મહત્વનું છે. વેક્સિનેશન ઝડપથી થાય તે પણ ખુબ જરૂરી છે. પણ વેક્સીન ઉપરાંત સંક્રમણને નાથવા માટે કોરોના(Corona )ગાઈડલાઇનનું પાલન કરવું પણ આવશ્યક હોય તેવું લાગી રહ્યું છે.

શહેરમાં હવે કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણના આંકડા ઘટી રહ્યા છે. પરંતુ વેક્સીનેટેડ લોકો પણ હજી કોરોનાની ઝપેટમાં આવી તો રહ્યા જ છે. એટલું જ નહીં અગાઉ જેમ માનવામાં આવતું હતું તેમ રસી લીધા બાદ કોરોનામાં હોસ્પિટલ જવાથી બચી શકાય તેનાથી વિપરીત વેક્સીનેટેડ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આંકડાઓ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાને લીધે 37 લોકોએ હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જેમાંથી 22 એટલે કે 60 ટકા લોકો એવા હતા જેમને વેકિસનનો પહેલો અથવા બંને ડોઝ લઇ લીધા હતા. પરંતુ એક સુખદ વાત એ છે કે શહેરમાં વેક્સીન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયા નથી. જેથી વધુમાં વધુ લોકો જલ્દીથી વેક્સીન લઇ લે એ માટે મનપા દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

વેક્સીન આપવાની કામગીરી હવે પુરજોશમાં ચાલી રહી છે. હવે તો શહેરમાં 98 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. પરંતુ તેની સામે વેક્સીન લેનારા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેની ટકાવારી પ્રમાણમાં ઓછી છે.

છેલ્લા ત્રણ મહિનામાં રસીનો એક પણ ડોઝ લીધો ન હોય તેવા સંક્રમિતોની સંખ્યા 50 ટકાથી વધુ છે. શહેરમાં છેલ્લા 8 મહિનાથી વધુ સમયથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 3 મહિનામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા 103 લોકો જ સંક્રમિત થયા છે. જયારે વેક્સિનના બંને ડોઝ લીધા પછી 56 લોકો જ કોરોનામા સપડાયા છે. પરંતુ તેઓમાં કોઈ ગંભીર પરિણામ જોવા મળ્યા નથી.

વેક્સીન લીધા બાદ પણ હોસ્પિટલાઇઝેશનનું કારણ કોરોના વાયરસનો વેરિયેન્ટ બદલાયો હોય તેવું પણ હોય શકે છે. વેક્સિનને કારણે તમારો જીવ નહીં જાય પરંતુ સાથે સાથે એ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે વેક્સીન લીધા બાદ પણ કોરોના થવો અને હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાઓ બની રહી છે. જેથી પ્રત્યેક સુરતી કોરોનાથી પોતાને બચાવે તે જરૂરી છે.

આ પણ વાંચો :

Surat : સુરત “ખાડા” માં હોવાની આ રહી સાબિતી, જાણો તમારા ઝોનમાં કેટલા ખાડા પડ્યા છે તેનો ચિતાર

આ પણ વાંચો :

Viral Video : સુરતમાં મળી રહ્યા છે કુલ્લડ પિઝા ! જોઇને સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યા આ રિએક્શન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">