Surat : સુરત “ખાડા” માં હોવાની આ રહી સાબિતી, જાણો તમારા ઝોનમાં કેટલા ખાડા પડ્યા છે તેનો ચિતાર

કાર્પેટ રિકાર્પેટ થયાને પાંચ વર્ષ પુરા થઇ ગયા હોય તેવા 1670 રસ્તાઓ પર 2173 જગ્યાએ ખાડા પડ્યા છે. આ ખાડાઓ રીપેર કરવાની કામગીરી શરૂ થઇ ગઈ છે. પાલિકાએ 1075 જેટલા ખાડાઓ રીપેર કરી નાંખ્યા છે.

Surat : સુરત ખાડા માં હોવાની આ રહી સાબિતી, જાણો તમારા ઝોનમાં કેટલા ખાડા પડ્યા છે તેનો ચિતાર
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 8:39 PM

ચાલુ વર્ષે ચોમાસાના (Monsoon) કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓનું (Roads) ધોવાણ થયું છે. જેના માછલાં વહીવટી તંત્ર અને શાસકોના માથે ધોવાયા છે. જેથી કોર્પોરેશન પાસે ફરિયાદોનો ઢગલો થતા કમિશનર દ્વારા ખરાબ થયેલા રસ્તાનો સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં શહેરના 529 જેટલા રસ્તાઓ બિસ્માર થયા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી કોન્ટ્રાક્ટરોની ગેરંટીવાળા 77 રસ્તા છે. જયારે પાંચ વર્ષ થઇ ગયા હોય તેવા 452 રસ્તાઓ પર ખાડા પડ્યા છે.

આજે વરસાદે પોરો ખાતા કોર્પોરેશને બિસ્માર રસ્તાઓનું પેચ વર્ક શરૂ કર્યું છે. પરંતુ વચ્ચે વચ્ચે આવી જતા વરસાદી ઝાપટાને કારણે પેચવર્કના કામગીરીને પણ અસર પડી રહી છે. કોન્ટ્રાકટરની ગેરંટીવાળા 1200 રસ્તાઓ પરથી 77 રસ્તાઓ પર ખાડા પડ્યા છે. જે ખાડા કોન્ટ્રાકટરો પાસે પૂરાવવામાં આવશે અને તેના માટે ઈજારેદારોને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જે રસ્તા બાબતે ઈજારેદારોની ગેરન્ટી નથી તેવા 1670 રસ્તાઓ પૈકી 452 રસ્તાઓ ખરાબ થયા છે. કાર્પેટ રિકાર્પેટ થયાને પાંચ વર્ષ પુરા થઇ ગયા હોય તેવા 1670 રસ્તાઓ પર 2173 જગ્યાએ ખાડા પડ્યા છે. આ ખાડાઓ રીપેર કરવાની કામગીરી શરૂ થઇ ગઈ છે. પાલિકાએ 1075 જેટલા ખાડાઓ રીપેર કરી નાંખ્યા છે. જો વરસાદ વિરામ લે તો દસ જ દિવસમાં તમામ રસ્તાઓનું પેચ વર્ક પૂરું કરવાની તૈયારી કરવામાં આવી છે. પાલિકાના સૂત્રો પાસેથી રસ્તા પર કેટલા ખાડા પડ્યા તેના સર્વેની માહિતી સામે આવી છે.

કયા ઝોનમાં કેટલા ખાડા ? ઉધના – 360 સચિન –  168 વરાછા – 168 સરથાણા – 111 કતારગામ – 136 લીંબાયત – 195 રાંદેર – 165 અઠવા – 148 સેન્ટ્રલ – 463

ગેરંટી પુરી થતા 452 રસ્તા પાલિકાએ રીપેર કરવા પડશે  ડામરના રસ્તાની પાંચ વર્ષની ગેરંટી પુરી થઇ ગઈ હોવાથી 452 જેટલા રસ્તા પાલિકાએ પોતાના ખર્ચે રીપેર કરવા પડશે. પાંચ વર્ષની ગેરંટીવાળા રસ્તાઓ પર પાલિકા ખોદાણની મંજૂરી આપતી નથી. જેને પગલે ગેરંટીવાળા રસ્તા પર ફક્ત 77 રસ્તાઓ જ ખરાબ થયા છે. પાંચ વર્ષ કરતા જુના ડામરના રસ્તાઓને સૌથી વધુ નુક્શાન થયું હોવાથી આ તમામ રસ્તાઓના રીપેરીંગની કામગીરી મહાનગર પાલિકાએ પોતાના ખર્ચ શરૂ કરી છે.

જોકે આટલા રસ્તાઓ ધોવાયા પાછળ કોર્પોરેશન વરસાદ પર ઠીકરું ફોડી રહી છે. જોકે એ સ્વીકરવા તૈયાર નથી કે રસ્તા બનાવવા માટે અને તે પછી તેને રીપેર કરવા માટે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થતો હોય છે.

આ પણ વાંચો : SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

આ પણ વાંચો : Surat માં એક એપાર્ટમેન્ટમાં કોરોનાના નવ પોઝીટવ કેસ નોંધાયા,કોર્પોરેશન તંત્ર દોડતું થયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">