AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો 1285 કરોડના ખર્ચે વિકાસ કરી આંતરરાષ્ટ્રીય સુવિધા ઉભી કરાશે

રેલવે દ્વારા સુરત અને ઉધના એમ બંને રેલવે સ્ટેશનના ડેલવપમેન્ટને લઈને તૈયારી બતાવવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહે તેવા આયોજનથી આખું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. 

Surat : સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો 1285 કરોડના ખર્ચે વિકાસ કરી આંતરરાષ્ટ્રીય સુવિધા ઉભી કરાશે
Surat: Surat and Udhana railway stations will be developed at a cost of Rs 1285 crore and an international facility will be set up.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 12:55 PM
Share

Surat સુરત ,ઉધના અને રાજસ્થાનના ઉદયપુર રેલ્વે સ્ટેશનોના(Railway Station ) રીડેવલપમેન્ટ માટે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ દ્વારા વર્ચ્યુઅલ પ્રિ બીડ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુસાફરોને વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને રેલોપોલીસ માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં 14 ડેવલપર્સ અને કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.સુરત ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેની તારીખ 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ  પ્રિ બીડ બેઠક ને મળેલા પ્રતિસાદથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રિ બીડમાં જાણીતા ડેવલપર્સ પણ જોડાયા હતા. રેલવે દ્વારા સુરત અને ઉધના એમ બંને રેલવે સ્ટેશનના ડેલવપમેન્ટને લઈને તૈયારી બતાવવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહે તેવા આયોજનથી આખું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે.

રૂપિયા 1285 કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો આવનારાં ચાર વર્ષની સમય મર્યાદામાં રીડેવલપમેન્ટ થશે. સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રીડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ ઇન્ટીગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ  મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે. જેનાથી સંબંધિત ક્ષેત્રોની સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે.સુરત MMTH રેલવે સ્ટેશન માટે 3,40,131 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશન માટે 7,38,088 ચોરસ મીટર છે. જેને ચાર વર્ષના ગાળામાં ડેવલપ કરવામાં આવશે.

સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત multimodal transport hub રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનના પ્રોજેક્ટના પ્રસ્તાવિત સુવિધાઓમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, સુરતની પૂર્વ બાજુએ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે નો નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, રેલવે પ્લેટફોર્મ , એસટી બસ ટર્મિનલ ને વિના અવરોધ કનેક્ટિવીટી માટે પેસેન્જર ઇન્ટરસ્ટેટ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોન કોર્સ અને વોક વેનો સમાવેશ કરાશે. મુસાફરો માટે બીઆરટીએસ અને સીટી બસ ટર્મિનલ, મેટ્રો, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર વગેરે સુવિધાઓ ને આવરી લેવામાં આવી છે.

આમ, સુરતની સાથે હવે ઉધના રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવાનું કામ ટૂંક સમયમાં હાથમાં લેવામાં આવશે. જેનાથી અન્ય ક્ષેત્રોના પણ વિકાસની સાથે સાથે રોજગારી ની તકો વધશે એ નક્કી છે.

આ પણ વાંચો :

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

આ પણ વાંચો :

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">