Surat : કોલેજોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા ધસારો, રજીસ્ટ્રેશન માટેની મુદ્દત લંબાવાઈ
ધોરણ 12માં માસ પ્રમોશન બાદ કોલેજોમાં પ્રવેશ માટે પડાપડી જોવા મળી રહી છે. જેને જોતા હવે પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવી છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અત્યારસુધી 27,150 બેઠક માટે 26 દિવસોમાં 32,000 વિદ્યાર્થીઓએ અરજી આપી છે. યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી આપવા જણાવવામાં આવ્યું છે.
આ વર્ષે અરજી કરવાની સમગ્ર કામગીરી ઝોન પ્રમાણે વહેંચી દેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ ઝોન પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. પહેલા યુનિવર્સીટી તરફથી પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ રાખવામાં આવી હતી. જોકે હવે તેને વધારિજે 25 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. યુનિવર્સીટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વધુને વધુ સમય મળે તે માટે આ તારીખ વધારવામાં આવી છે. યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા 23 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અત્યારસુધી 32 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓની અરજી આવી ચૂકી છે. જોકે ટેક્નોલોજીના યુગમાં બીસીએમાં 4800 બેઠક સામે વધુ વિદ્યાર્થીઓની અરજી આવી છે.
કોર્સ. અરજીઓ બી.એ.(માસ કોમ) 638 બીબીએ. 5119 બીસીએ. 6968 બીકોમ એલ એલબી. 174 બીકોમ. 13,956 બીએસસી(કોમ્યુટર સાયન્સ) 326 બીએસસી. 3008 એમએસસી બાયોટેક. 68 એમએસસી આઇટી. 639
યુનિવર્સીટીના કુલપતિનું કહેવું છે કે ચાલુ વર્ષે માસ પ્રમોશનને કારણે ખૂબ મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેના માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે તે નિયમોને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 10 ઉપરાંત ધોરણ 12માં વિદ્યાર્થીઓની ટકાવારીને ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ તેઓએ કેટલા પ્રયત્નો પછી 12 ધોરણ પાસ કર્યું છે એ પણ ધ્યાનમાં રખાશે. તેને આધાર બનાવીને પ્રથમ પ્રયત્ને પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ પ્રવેશને લઈને ચિંતા જોવા મળી રહી છે. બી.કોમ. માટે જ 13,956 વિદ્યાર્થીઓની સૌથી વધુ અરજી આવી છે. બધી જ ફેકલ્ટીમાં સીટ કરતા કુલ 4850 વિદ્યાર્થીઓની અરજી વધારે આવી છે. વિદ્યાર્થીઓની મુખ્ય ચિંતા એ છે કે તેમને એડમિશન કઈ કોલેજમાં મળશે ? જોકે આ વર્ષે પસંદગીની કોલેજનો વિકલ્પ વિદ્યાર્થીઓ પાસે રહ્યો નથી. વિદ્યાર્થીઓને તેમના મેરિટના હિસાબે બોલાવીને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો :