Surat : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાશે સિગ્નેચર સ્પાર્કલ એક્ઝિબિશન, તૈયારીઓ શરૂ

સિગ્નેચર સ્પાર્કલ એક્ઝિબિશન આગામી ડિસેમ્બર મહિનાની 24, 25 અને 26ના રોજ ખજોદના સરસાણા કન્વેનશન હોલમાં યોજાવા જઈ રહ્યો છે. આ એક્ઝિબિશનમાં 100 થી વધુ વિવિધ બ્રાન્ડેડ અને નામી કંપનીઓના સ્ટોલ્સ લાગવા જઈ રહ્યા છે.

Surat : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાશે સિગ્નેચર સ્પાર્કલ એક્ઝિબિશન, તૈયારીઓ શરૂ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 3:05 PM

આવનારા ધનતેરસ અને દિવાળીની ખરીદીમાંથી છુટા થયા બાદ હવે સુરતના મોટાભાગના જવેલરી મેન્યુફેક્ચરર્સ બીજા મોટા કામમાં જોતરાઈ જવાના છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સિગ્નેચર સ્પાર્કલ 2021 (Signature Sparkle 2021) યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવનીટ એક્ઝિબિશનમાં સફળ રહેલા ચેમ્બરના પદાધિકારીઓ અને અગ્રણીઓ હવે શહેરના ગ્રાહકોને મુલાકાતીઓના સ્વરૂપે જવેલરીની દુનિયામાં લઇ જવાની તૈયારીઓ કરી રહ્યા છે. 

ત્રણ દિવસના આ એક્સિબિશનમાં મુલાકાતીઓને જવેલરીની અદભુત વેરાયટીઓ જોવા અને પારખવા મળશે. સિગ્નેચર સ્પાર્કલ એક્ઝિબિશન આગામી ડિસેમ્બર મહિનાની 24, 25 અને 26ના રોજ ખજોદના સરસાણા કન્વેનશન હોલમાં યોજાવા જઈ રહ્યો છે. આ એક્ઝિબિશનમાં 100 થી વધુ વિવિધ બ્રાન્ડેડ અને નામી કંપનીઓના સ્ટોલ્સ લાગવા જઈ રહ્યા છે. જ્યાં મુલાકાતીઓને જવેલરીની દુનિયાની અવનવી ક્રિયેટિવિટી જોવા મળશે અને ગ્રાહકોને પણ એકથી એક ચડિયાતી જવેલરી ખરીદવાનો મોકો મળવા જઈ રહ્યો છે.

ચેમ્બરના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સિગ્નેચર સ્પાર્કલ એક્ઝિબિશન બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમરના પાયા પર યોજાવા જઈ રહ્યા છે. અહીં ગ્રાહકોને કોઈ જવેલરી પસંદ પડી જાય તો તે ત્યાંથી જ ખરીદી શકશે. ચેમ્બરની ટિમ હાલ આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સુસજ્જ થઇ મેદાને ઉતરી ચુકી છે અને ગુજરાતભરના સૌથી મોટા અને નામી જવેલર્સ આ એક્ઝિબિશનમાં ભાગ લઈને પોતાનું ક્રિયેશન રજૂ કરીને કાયમી ગ્રાહક મેળવી શકશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચેમ્બરે વિવનીટ એક્ઝિબિશન-2021 બી ટુ બી એટલે કે બાયર્સ ટુ બાયર્સના પાયે યોજાયો હતો. જેમાં સ્ટોલ ધારકોને 100 કરોડથી વધુનો વેપાર ત્રિ દિવસીય એક્ઝિબિશનમાં મળ્યો હતો. હવે વીવનીટની જેમ જ સ્પાર્કલને પણ સફળતા પૂર્વક આગળ દોરી જવા માટે ચેમ્બર દ્વારા પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે. હીરા જડિત સોના ચાંદીની અવનવી ડિઝાઈનોની વિશાલ શ્રેણી ગ્રાહકો અને વિઝિટર્સને અંજાવી દેશે.

જેમાં પણ ખાસ કરીને ભારતીય કારીગરોના હાથથી બનેલી મીનાકરી, ચંદ્રક, ફિલિગ્રિ, રવા અને જાળીવર્ક શ્રેણીઓ પ્રસ્તુત થશે. તેને અલગ અલગ પ્રસંગોમાં અને ઉજવણીમાં પણ પહેરી શકાય તેમ છે. આ એક્ઝિબિશનમાં કરોડોના વેપારની સાથે સાથે કાયમી ગ્રાહક પણ મળશે તેવો ચેમ્બરના પ્રતિનિધિઓને આશાવાદ છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ યાત્રા પર, દુબઈ એક્સ્પોમાં લેશે ભાગ

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

g clip-path="url(#clip0_868_265)">