મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ યાત્રા પર, દુબઈ એક્સ્પોમાં લેશે ભાગ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર CM ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પર જવાના છે.
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર CM ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પર જવાના છે. જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. દુબઈની આ યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે રાજીવ ગુપ્તા, પંકજ જોશી તથા અવંતિકા સિંઘ હશે. આ પહેલા દુબઈ એક્સ્પોમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. પરંતુ આ વખતે દુબઈ જઈને એક્સ્પોમાં ભાગ લેશે. વર્ચ્યુઅલ એક્સ્પોમાં CM એ SIR ધોલેરા પ્રોજેક્ટ અંગે વાત કરી હતી.
મહત્વની વાત છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમની સાથે રાજીવ ગુપ્તા, પંકજ જોશી તથા અવંતિકા સિંઘ પણ દુબઈ જશે.ખાસ વાત એ છે કે ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ દુબઈ પ્રવાસે જશે અને રોડ શો યોજીને મોટાપાયે રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયાનું પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓએ ખાસ સ્ટોલ રાખ્યા છે.
જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. જેમાં સંબોધન કર્યું હતું અને સાથે જ “સેટીંગ ન્યૂ બેંન્ચમાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી” ની વિડીયો કોન્ફરન્સથી પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.
મુખ્યપ્રધાને કહ્યું હતું કે ‘ધોલેરા- અ- ન્યૂ એરા’ ની નેમ સાથે ધોલેરા ભવિષ્યનું સૌથી અત્યાધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. મુખ્યપ્રધાને દુબઇ એક્સપો -2020 ના ગ્લોબલ પ્લેટફોર્મ પરથી વિશ્વભરના ઉદ્યોગ-વેપાર રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યું હતું. જોવું રહ્યું કે ડિસેમ્બર એક્સ્પોમાં કયા મુદ્દે વાત થાય છે.
આ એક્સ્પોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને કહ્યું કે, પોલિસી ડ્રીવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ગુજરાત વડાપ્રધાન મોદીના “આત્મનિર્ભર ભારત – મેઇક ઇન ઇન્ડીયા”ના સંકલ્પને દેશ-વિદેશના રોકાણો ગુજરાતમાં આકર્ષિત કરી પાર પાડવા પ્રતિબદ્ધ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે થોડા ઠવાડિયા અગાઉ યોજાયેલા દુબઇ એક્સપો -2020 માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આયોજિત સ્પેશ્યલ સેશન “ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા” માં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આજે ગુજરાતની ચર્ચા અને તૂલના વિશ્વના વિકસીત દેશો સાથે થાય છે. દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એટલે કે 37 ટકા FDI એકલા ગુજરાતે મેળવ્યું છે.
આ વર્ચ્યુઅલ એક્સ્પોમાં મુખ્યપ્રધાન સાથે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સિચવ પંકજ જોષી અને ઉદ્યોગ કમિશ્નર રાહૂલ ગુપ્તા જોડાયા હતા. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડના એમ.ડી. હારિત શુકલાએ આ વિશેષ સેશનનો હેતુ સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા
આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો