Surat : લોકર્સને લઈને RBIની નવી ગાઈડલાઇનથી હીરા ઉધોગકારોમાં નારાજગી
રિઝર્વ બેક ઓફ ઇન્ડિયા દ્વારા લોકર્સમાં રાખવામાં આવતી કિંમતી ચીજવસ્તુને લઈને નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેને લઈને લોકર્સનો ઉપયોગ કરનારાઓમાં ચિંતા પ્રસરી છે
હીરા ઉધોગ વિકસ્યો હોવાથી બેન્કિંગ લોકર્સ અને પ્રાઇવેટ લોકર્સનો સૌથી વધુ ઉપયોગ સુરત શહેરમાં થઇ રહ્યો છે. હીરાના ઉધોગો સાથે સંકળાયેલા નાના મોટા દલાલો, વેપારીઓ, કારખાનેદારોથી લઈને ઉધોગપતિઓ હીરાના લોકરોનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ગૃહિણીઓ પોતાના દાગીના, ઝવેરાત વગેરે મુકવા પણ લોકરનો મહત્તમ ઉપયોગ કરે છે. લોકર અંગે ગ્રાહકો અને બેંક વચ્ચે વધેલી તકરારોનું નિરાકરણ આવે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેર કરેલી લોકર્સની નવી ગાઈડલાઈનની કેટલીક જોગવાઈને લઈને હીરા ઉધોગકારોમાં ચિંતા છે.
ભારતીય રિઝર્વ બેંકે 18 ઓગસ્ટના રોજ જાહેર કરેલી નવી માર્ગદર્શિકા અનુસાર જો સંજોગોવસાત લોકરને આગ લાગે, ચોરી થાય, ઇમારત તૂટી પડે અથવા બેન્કના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવે તો બેન્કની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના માત્ર 100 ગણા સુધી મર્યાદિત રહેશે. આ શરતથી 98 ટકા લોકર હોલ્ડર અજાણ છે.
લોકર હોલ્ડર એવું સમજે છે કે બેન્કિંગ લોકર કે અન્ય પ્રાઇવેટ ઇન્સ્ટિટયૂટ સંચાલિત લોકર્સમાં કિંમતી ચીજવસ્તુઓ મૂકી હોય તો તેની બધી જ જવાબદારી બેંકોની ગણાય. રિઝર્વ બેંકે ક્લિયર કર્યું છે કે ચોક્કસ કિસ્સામાં બેન્કની જવાબદારી વધી વધીને વાર્ષિક ભાડાના 100 ગણા જેટલી થઇ શકે. સુરતના હીરા ઉધોગકારો તેમજ લોકર વપરાશકારોને આ જોગવાઈ અંગે જાણ થતા એક પ્રકારનો કચવાટ જોવા મળી રહ્યો છે.
સુરતમાં 150થી પણ વધુ ખાનગી લોકર રિઝર્વ બેકની લોકર્સ અંગેની નવી ગાઇડલાઇન્સ ફક્ત બેકોમાં લોકર ધરાવતા વપરાશકારો અને બેન્કોને લાગુ પડશે. પરંતુ સુરતમાં હીરા ઉધોગને કારણે 150થી વધુ ખાનગી સંસ્થાકીય લોકર્સ કાર્યરત છે આ સંસ્થાઓ ભલે રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય, પરંતુ તેઓ રિઝર્વ બેન્કના દ્વારા અમલી બનાવાયેલી જોગવાઈઓ તેમજ તે ઉપરાંત અનેક નિયંત્રણો ગ્રાહકો પર લગાડશે એવું મનાઈ રહ્યું છે.
ગ્રાહકોએ જોખમી વસ્તુ નહીં મૂકે તેવી બાંહેધરી આપવી પડશે રિઝર્વ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવેલી લોકર વપરાશકારો માટેની ગાઈડલાઈન્સમાં એક જોગવાઈ એવી પણ છે કે લોકર ભાડે રાખનારે બેંકે બાંહેધરી આપવી પડશે કે તેઓ લોકરમાં કોઈપણ ગેરકાનૂની, ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા જોખમી ચીજવસ્તુઓ મૂકી શકશે નહીં.
આ પણ વાંચો : Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો
આ પણ વાંચો : Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ