Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન
ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
આગામી સાર્વજનિક ગણેશ મહોત્સવ સંદર્ભે ગુજરાત સરકારની ગાઇડલાઇન ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જરૂરી માર્ગદર્શિકા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે સરકારની ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા માટે પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.
આ સાથે જ એનજીટીની ગાઇડલાઇન અંતર્ગત ઘરે સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘરઆંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં જ કરવાની હિતાવહ હોવાનું પણ સૂચન કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સાત ઝોનમાં 19 જેટલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીના પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં નક્કી કરેલા સ્થળે કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આયોજકોનો થર્મલ સ્કેનિંગ, સેનેટઇઝર સાથે ઓક્સિમીટરની સુવિધા ઉભી કરવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને શ્રીજીના દર્શનની વ્યવસ્થા માટે યોગ્ય અંતર જાળવી ગોળ કુંડાળા કરવા અને બેઠક વ્યવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટ અંતર જળવાઈ રહે તેની કાળજી રાખવા સૂચના આપી છે.
સાવર્જનિક ગણેશ મહોત્સવ દરમ્યાન તબીબી સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. મંડપમાં થૂંકવા, પાન મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ જો 2 ફૂટની પ્રતિમા હશે તો એ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે જ કરવાનું રહેશે. તેમજ બે ફૂટ થી મોટી પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે.
જોકે આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવની ગાઇડલાઇન મોડેથી જાહેર કરાતા 4 ફૂટની પ્રતિમાઓની બનાવટ બહુ ઓછી થઇ છે. જોકે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના ગણેશભક્તો દ્વારા પણ તેની જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :