Surat election update: સુરતમાં કેસરિયો લહેરાયો: 27 વોર્ડની ગણતરી પૂર્ણ, 95 બેઠકો પર કેસરિયો, ‘આપ’ અને કોંગ્રેસની મર્યાદિત જીત, મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો વચ્ચે મારામારી…

સુરત મહાનગરપાલિકાના 30 માંથી 25 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. ભાજપે 95 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે, જ્યારે વોર્ડ 16 માં 'આપ' અને વોર્ડ 12 માં કોંગ્રેસનો વિજય થયો છે.

Surat election update: સુરતમાં કેસરિયો લહેરાયો: 27 વોર્ડની ગણતરી પૂર્ણ, 95 બેઠકો પર કેસરિયો, આપ અને કોંગ્રેસની મર્યાદિત જીત, મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો વચ્ચે મારામારી...
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 28, 2026 | 4:11 PM

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં અત્યારે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તાજા અપડેટ મુજબ, શહેરના કુલ 30 વોર્ડમાંથી 25 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં ભાજપે વિપક્ષોના સૂપડા સાફ કરતા પ્રચંડ વિજય તરફ કૂચ કરી છે. હજુ પણ 5 વોર્ડમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ ભવ્ય જીત વચ્ચે મતગણતરી કેન્દ્ર પર હિંસક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

સુરત મનપા: ‘આપ’ના સૂપડા સાફ, કોંગ્રેસનું કમબેક

સુરત મહાનગરપાલિકામાં સૌથી મોટો ઉલટફેર આમ આદમી પાર્ટી (AAP) સાથે થયો છે. ગત ચૂંટણીમાં 27 બેઠકો જીતીને ઈતિહાસ રચનાર ‘આપ’ આ વખતે એક પણ બેઠક જીતી શકી નથી. બીજી તરફ, એક ટર્મના વનવાસ બાદ કોંગ્રેસે મનપામાં એન્ટ્રી કરી છે. વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અલ્પેશ કથીરિયાની પત્નીનો પણ વિજય થયો છે.

બેઠકોનું તાજું ગણિત:

અત્યાર સુધી જાહેર થયેલા 25 વોર્ડના 100 વિજેતા ઉમેદવારો માં પક્ષવાર સ્થિતિ નીચે મુજબ છે:

ભાજપ: 95 બેઠકો પર ભવ્ય વિજય (સૌથી વધુ).

આમ આદમી પાર્ટી (AAP): વોર્ડ નંબર 16 માં આખી પેનલનો વિજય થયો છે, એટલે કે ‘આપ’ ના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

કોંગ્રેસ: વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના 1 ઉમેદવાર (અરશદ જરીવાલા) વિજયી બન્યા છે.

હાલના અપડેટ

શહેરના 30 વોર્ડમાંથી અત્યાર સુધીમાં કુલ 27 વોર્ડના પરિણામ જાહેર

જેમાં એક સીટ પર કોંગ્રેસ અને જ્યારે ચાર સીટ આપ ની બાકીની તમામ સીટો પર ભાજપનો વિજય

વોર્ડ નંબર 1 ભાજપ જીત
વોર્ડ નંબર 2 ભાજપ જીત
વોર્ડ નંબર 3 ભાજપ જીત
વોર્ડ નંબર 4 ભાજપ જીત
વોર્ડ નંબર 5 ભાજપ જીત
વોર્ડ નંબર 7 ભાજપ જીત
વોર્ડ નંબર 9 ભાજપ જીત
વોર્ડ નંબર 10 ભાજપ જીત
વોર્ડ નંબર 11 માં ભાજપ ની જીત
વોર્ડ નંબર 12મા ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
વોર્ડ નબર 13 ભાજપ જીત
વોર્ડ નંબર 14 ભાજપ જીત
વોર્ડ નંબર 15 ભાજપ જીત
વોર્ડ નંબર 16 ભાજપ જીત
વોર્ડ નંબર 17 આમ આદમી પાર્ટી જીત
વોર્ડ નંબર 18 ભાજપ જીત
વોર્ડ નંબર 19 ભાજપ જીત
વોર્ડ નંબર 21 ભાજપ જીત
વોર્ડ નંબર 22 ભાજપ જીત
વોર્ડ નંબર 23 ભાજપ જીત
વોર્ડ નંબર 24 ભાજપ જીત
વોર્ડ નંબર 25 ભાજપ જીત
વોર્ડ નંબર 26 ભાજપ જીત
વોર્ડ નંબર 27 ભાજપ જીત

ચૂંટણી જંગ અને રસાકસી

સુરતમાં ગત ટર્મમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી આ વખતે ભાજપની આંધી સામે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. જોકે, વોર્ડ નંબર 16 માં જીત મેળવીને ‘આપ’ એ પોતાનું ખાતું ખોલાવ્યું છે. બીજી તરફ, કોંગ્રેસે પણ વોર્ડ નંબર 12 માં એક બેઠક જીતીને મનપામાં પુનરાગમન કર્યું છે.

મતગણતરી કેન્દ્ર પર ઉત્તેજના

મજુરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકીના 5 વોર્ડની મતગણતરી ચાલી રહી છે. ભાજપના કાર્યકરોમાં અત્યારથી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વિપક્ષી છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ અને ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે એકબીજા પર હુમલાના આક્ષેપો કર્યા હતા.

પરિણામોની અંતિમ જાહેરાત બાદ સુરત મનપામાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે, પરંતુ હાલના વલણો જોતા ભાજપ ફરી એકવાર સુરત મનપા પર કબ્જો જમાવવા જઈ રહ્યું છે તે નિશ્ચિત છે.

Breaking News: બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપનો ક્લીન સ્વીપ, સુરત જિલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો, જુઓ VIDEO

Published On - 4:08 pm, Tue, 28 April 26

Follow Us