Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’
Surat: સુરતના એક પેટ્રોલપંપ પર છેતરપીંડી સામે આવી છે. આ છેતરપીંડી સામાન્ય લોકો સાથે મંત્રી સાથે પણ થઇ. જાણો ચેકિંગમાં ગયેલા મંત્રી મુકેશ પટેલ સાથે શું ઘટના ઘટી.
Surat: ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલને (Mukesh Patel) એક ફરિયાદ મળી હતી. જેમાં પેટ્રોલ પમ્પ પર (Petrol Pump) પેટ્રોલ ઓછું પુરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને મંત્રી પોતે પેટ્રોલ પંપ પર રાત્રી ચેકિંગ માટે ગયા હતા. પ્રધાન મુકેશ પટેલે ત્યાં જઈને જાતે જ ચેકીંગ કર્યું હતું. તેઓ જાતે પોતાની કાર લઈ ડીઝલ ભરાવા ગયા હતા. ત્યાર બાદ તેમની સાથે પણ એવો જ બનાવ બન્યો. પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું ભરવામાં આવતા મંત્રીએ પગલા લીધા. તેમણે આ બાબતે પુરવઠા વિભાગને જાણ કરી હતી. અને તાત્કાલિક ધોરણે તેની અસર જોવા મળી. પુરવઠા વિભાગ દ્વારા પંપ સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે સુરતમાં ઓલપાડ નજીક આવેલા પેટ્રોલ પંપ (Petrol Pump Fraud) પર ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદ આવી હતી. જેને લઈને ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે એક્શન લીધી છે. તેઓ પોતે જ પોતાની કાર લઈને ડીઝલ ભરાવવા ગયા હતા. ત્યાં ડીઝલ ઓછું આવતા તેઓએ આગળ પગલા લીધા. મંત્રી મુકેશ પટેલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. અને પંપ સીલ કરવામાં આવ્યો હતો. બાદમાં તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુનાઓનું ગઢ ગાંધીનગર! 3 વર્ષની બાળકીની હત્યાથી સન્નાટો, બળાત્કાર ગુજારનાર 26 વર્ષીય હેવાનની ધરપકડ
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
