AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મૂર્તિઓના વિસર્જન માટે પાલિકાનું નવતર આયોજન, નેધરલેન્ડની જેમ વોટર પ્લાઝા બનાવવા વિચારણા

ગણેશ વિસર્જન, દશામા વિસર્જન અને દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા સાથે છઠ પૂજા માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. તેવામાં આ વોટર પ્લાઝાનો ઉપયોગ મહાનગરપાલિકા તેના માટે પણ કરી શકશે. 

Surat : મૂર્તિઓના વિસર્જન માટે પાલિકાનું નવતર આયોજન, નેધરલેન્ડની જેમ વોટર પ્લાઝા બનાવવા વિચારણા
Surat: Innovative planning of the municipality in Surat, consideration to build a water plaza like in the Netherlands
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 1:03 PM
Share

સુરત (Surat ) શહેરમાં ધામધૂમ પૂર્વક ધાર્મિક તહેવારોની (Festival ) ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ, દશામાં અને નવરાત્રી સહિતના તહેવાર દરમ્યાન ભક્તો દ્વારા દેવી, દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે. પ્રતિમાનું વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો(Artificial Pond ) બનાવવામાં આવતા હોય છે. 

જેમાં દર વર્ષે લાખોનો ખર્ચ કરવામાં આવતા કૃત્રિમ તળાવોથી છુટકારો મેળવવા માટે અને કૃત્રિમ તળાવના વિકલ્પ રૂપે વોટર પ્લાઝા બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે કતારગામ ઝોનમાં એક વોટર પ્લાઝા બનાવવાની વિચારણા કરવામાં આવી છે. ત્યારબાદ તમામે તમામ ઝોનમાં એક એક વોટર પ્લાઝા વિકસાવવામાં આવશે.

મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વોટર પ્લાઝાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. પ્રાયોગિક ધોરણે મનપાના કતારગામ ઝોનમાં 5500 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર વોટર પ્લાઝા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વોટર પ્લાઝમા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસીતમ, અર્બન કુલિંગ, રિક્રિયેશન અને પ્લે ગ્રાઉન્ડ ફેસિલિટી, એમ્ફિથિયેટર, સોશિયલ ગેધરિંગ ના વિવિધ હેતુઓ સાથે ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ઉપયોગ તેના શુદ્ધીકરણ સહીત આજુબાજુના વિસ્તારોમાંથી રૂફટોપ વરસાદી પાણીનું સંગ્રહ અને સિંચન માટે પણ વોટર પ્લાઝાનો ઉપયોગ કરવામાં આવશે.

જેનાથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થશે અને અર્બન ફ્લડીંગથી પણ છુટકારો મળશે. નોંધનીય છે કે ગણેશ વિસર્જન, દશામા વિસર્જન અને દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા સાથે છઠ પૂજા માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. તેવામાં આ વોટર પ્લાઝાનો ઉપયોગ મહાનગરપાલિકા તેના માટે પણ કરી શકશે.

જેનાથી સાથી મોટો ફાયદો પાણીનો બચાવ, પ્રદુષણની સમસ્યા સાથે દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવા માટે પાલિકા દ્વારા જે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં પણ બચાવ થશે. જયારે વરસાદ ન પડે ત્યારે પીપીપી ધોરણે પ્લોટ રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિ માટે ભાડે આપવાનું પણ આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. કૃત્રિમ તળાવની સાઈઝ કરતા બમણા આ વોટર પ્લાઝા હશે. દર વર્ષે 3 કરોડના ખર્ચે સાત ઝોનમાં 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેમાં 18 બિલિયન લીટર પાણી લાવવામાં આવે છે. ત્યારે રોટરડેમના પ્રોજેક્ટ ઉપરથી પ્રેરણા લઈને મનપા દ્વારા આ પ્લાઝા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : ઔધોગીક હેતુ માટે દેશભરમાં સૌથી સસ્તું પાણી સુરતમાં, પાણી વેચીને સુરત મહાનગરપાલિકા વર્ષે 550 કરોડની આવક મેળવશે

આ પણ વાંચો : Surat : વધી રહી છે લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ, એક જ વર્ષમાં ઓર્ડરમાં પણ થયો મોટો વધારો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">