Surat : સુરતમાં અમિતાભના જબરા ફેન પાસે છે બિગ બીના 7 હજાર ફોટોનું કલેક્શન

ફિલ્મજગતનું અભિમાન અને લોકોના દિલોના શહેનશાહ અમિતાભ બચ્ચનના જબરા ફેન એવા દિવ્યેશ શાહ દર વર્ષે તેમનો જન્મદિવસ તેમના ફોટા સજાવીને અને તેમના માટે કવિતા લખીને, કેક કાપીને ઉજવે છે. આજે પણ તેમણે  11 વૃક્ષો રોપીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. 

Surat : સુરતમાં અમિતાભના જબરા ફેન પાસે છે બિગ બીના 7 હજાર ફોટોનું કલેક્શન
Surat: In Surat, Amitabh's fans have a collection of 7 thousand photos of Big B.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:23 PM

અમિતાભ બચ્ચન. સદીના મહાનાયક અને લોકોના દિલ પર જેમની સરકાર ચાલે છે એ અભિનેતા. અમિતાભ બચ્ચનનો જન્મદિવસ 11 ઓક્ટોબરે ઉજવાય છે. પણ સુરતમાં રહેતા અમિતાભ બચ્ચનના એક ચાહક માટે દરરોજ જ તેમનો જન્મદિવસ હોય છે. સુરતમાં રહેતા દિવ્યેશ કુમાવત છે બિગ બી ના બિગ ફેન. સુરતના મન દરવાજા ટેનામેન્ટ પાસે રહેતા દિવ્યેશ કુમાવત અમિતાભ બચ્ચનના જબરા ફેન છે. આયુર્વેદિક દવાના વ્યવસાય સાથે સંકળાયેલા દિવ્યેશ કુમાવતે બિગ બી માટેનો પ્રેમ ફોટો કલેક્શન દ્વારા દર્શાવ્યો છે.

જ્યારથી દિવ્યેશભાઈએ અમિતાભ બચ્ચનની શોલે ફિલ્મ જોઈ હતી ત્યારથી તેઓ તેમના ચાહક બની ગયા હતા. વર્ષ 1999થી તેઓએ અમિતાભ બચ્ચનને પોતાની નજીક રાખવા તેમના ફોટોગ્રાફ્સનું કલેક્શન કરવાનું નક્કી કર્યું. અને આજે તેમની પાસે 1-2 હજાર નહિ પણ પુરા 7 હજાર 870 ફોટાનું કલેક્શન છે. દિવ્યેશભાઈનુ સપનું છે કે બિગ બી ની બર્થ ડે 11 ઓક્ટોબરે આવે છે એટલે તેઓ 11 હજાર ફોટોનું કલેક્શન કરે.

દિવ્યેશ કુમાવતને ફોનની આદત હતી. તે આ આદતથી છૂટવા પણ માંગતા હતા. અને આ માટે તેમણે નક્કી કર્યું કે તેઓ જેમના સૌથી મોટા ચાહક છે એવા અમિતાભ બચ્ચનના ફોટાનું કલેક્શન કરે. અને એટલા માટે તેઓ જ્યાં પણ મેગેઝીન કે પેપરમાં બિગ બી નો ફોટો જુએ છે તેને કાપીને પોતાના કલેક્શનમાં રાખી લે છે. લોકડાઉનમાં પણ તેમણે આ પ્રમાણે 870 ફોટા ભેગા કરી દીધા. દિવ્યેશ બિગ બી ને 5 વાર મળી પણ ચુક્યા છે અને આ દીવાનગી તેમને બતાવી પણ છે જેને જોઈને બિગ બી પણ ચોંકી ગયા હતા. તેમણે દિવ્યેશભાઈનો આભાર માન્યો હતો અને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. અને જ્યારે 11 હજાર ફોટાનું કલેક્શન થશે ત્યારે તેમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી

આમ, ફિલ્મજગતનું અભિમાન અને લોકોના દિલોના શહેનશાહ અમિતાભ બચ્ચનના જબરા ફેન એવા દિવ્યેશ શાહ દર વર્ષે તેમનો જન્મદિવસ તેમના ફોટા સજાવીને અને તેમના માટે કવિતા લખીને, કેક કાપીને ઉજવે છે. આજે પણ તેમણે  11 વૃક્ષો રોપીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી

આ પણ વાંચો : Surat : મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ 15 ઓક્ટોબરે પહેલીવાર સુરતના મહેમાન બનશે, વિવિધ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

g clip-path="url(#clip0_868_265)">