AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શેરી શિક્ષણને છૂટ, તો ખાનગી શાળાને મનાઈ કેમ ? : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

જો સરકારી શાળાઓમાં શેરી શિક્ષણને મંજૂરી આપવામાં આવતી હોય તો ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી શા માટે નહીં ? આવો તીખો સવાલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કર્યો છે.

Surat : શેરી શિક્ષણને છૂટ, તો ખાનગી શાળાને મનાઈ કેમ ? : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
Surat: If street education is allowed in government schools, then why is private school banned? : Self-supporting school board
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 9:21 AM
Share

સરકારી પ્રાથમિક શાળાઓને શેરી શિક્ષણના નામે પ્રત્યક્ષ શિક્ષણની પરવાનગી આપવામાં આવી છે. જયારે ખાનગી પ્રાથમિક શાળાઓને શા માટે મનાઈ કરવામાં આવી છે ? તેવો રાજ્ય સરકારને અણિયાળો સવાલ સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને પત્ર લખવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણથી શાળાના વિદ્યાર્થીઓના બચાવવા સરકાર દ્વારા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવ્યા બાદ હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રાથમિક શાળાઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોરોનાના કોઈ કેસ ન નોંધાય તેની કાળજી રાખીને વર્ગી શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિભંગ પણ તબક્કાવાર શરૂ કરવા સરકારને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા પક્ષપાતીભર્યું વલણ બતાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ગુજરાત પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું છે કે સરકારી શાળાઓમાં શું એસઓપીનું પાલન થઇ રહ્યું છે? ઘણી તસવીરો સામે આવી છે. જે સરકારી શાળા દ્વારા શેરી શિક્ષણની છે. સરકારી તંત્રે જાગવાની જરૂર છે. કોરોના માત્ર ખાનગી પ્રાથમિક શાળાઓમાં જ આવે છે ? સરકારી શાળાઓમાં કોરોનાના કેસ નોંધાતા નથી ? આ વેધક પ્રશ્ન સમાજના ગરીબ અને પછાત બાળકો વતી કોણ પૂછશે ?

ખાનગી ટ્યુશન ક્લાસીસને પણ મંજૂરી છે. જે ઓછા સંસાધનોથી ચલાવવામાં આવતા હોય છે. જયારે શાળાઓ પાસે પૂરતા સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તેમ છતાં ખાનગી પ્રાથમિક શાળાઓની કોઈને કોઈ કારણોસર અવગણના કરવામાં આવી રહી છે. જે ખાનગી શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. મંડળનું દ્રઢ પણે માનવું છે કે પંદર વર્ષ જેટલું આ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયું છે અને તેમના માટે અભ્યાસના આ વર્ષો પણ અગત્યના હોય છે. આથી ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે.

જોવાનું એ રહે છે કે હવે સરકાર દ્વારા આ બાબત પર કઈ રીતે વિચાર કરવામાં આવે છે.

આ પણ વાંચો :

SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું

Surat : હીરામાં પાછી ફરી ચમક ! જુલાઈ મહિનામાં હીરાની નિકાસમાં 26 ટકાનો વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">