Surat : તમારી દિવાળી ન બગડે તે માટે ફાયરની ટિમ રહેશે સ્ટેન્ડબાય, પોલીસની જેમ કરશે પેટ્રોલિંગ
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો ન હતો. પણ આ વર્ષે તહેવારો ઉજવવામાં સરકાર તરફથી છૂટછાટો પણ આપી છે. લોકોએ ચાલુ વર્ષે ફટાકડાની પણ ધૂમ ખરીદી કરી છે. જેથી છૂટછાટને પગલે આ વર્ષે આજ્ઞા કોલ આવવાની શક્યતા વધારે દેખાઈ રહી છે.
દિવાળીમાં (Diwali )અને નવા વર્ષમાં (New Year ) સૌ રજાની મજા માણવાના મૂડમાં હોય છે. દિવાળી એ રોશની અને ફટાકડાનો (Fire Crackers ) તહેવાર છે. આ દિવસે લોકો ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરતા હોય છે. અને તેના કારણે આગ લાગવાની ઘટના ઘણી સામાન્ય બની જતી હોય છે. આને તેમાં પણ દર વર્ષે આ દિવાળી અને નવા વર્ષના દિવસે આજ્ઞા કોલમ વધારો નોંધાતો હોય છે.
તેમાં પણ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો ન હતો. પણ આ વર્ષે તહેવારો ઉજવવામાં સરકાર તરફથી છૂટછાટો પણ આપી છે. લોકોએ ચાલુ વર્ષે ફટાકડાની પણ ધૂમ ખરીદી કરી છે. જેથી છૂટછાટને પગલે આ વર્ષે આજ્ઞા કોલ આવવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગમાં જોવા મળતી હોય છે. પણ આ દિવાળીએ તમને ફાયર વિભાગના અધિકારીઓ, ડિવિઝનલ ઓફિસરો પણ પેટ્રોલિંગ કરતા જોવા મળશે. આ ઉપરાંત યોગીચોક, અડાજણ એલ.પી. સવાણી સર્કલ નજીક મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના પાણીના ટેન્કરો સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
જેથી આસપાસ જો આગનો કોઈ કોલ મળે તો ત્વરિત જ ફાયરની ટિમ સ્થળ પર પહોંચીને કામગીરી કરીને આગની ઘટનાને વિકરાળ રૂપ ધારણ કરતા અટકાવી શકે. આ માટે ફાયરના જવાનોને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન ફરજ બજાવતા ફાયરના જવાનોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે.
શું છે ફાયર બ્રિગેડનો એક્શન પ્લાન ?? 1). ફાયર વિભાગના તમામ સ્ટાફની રજા 7 નવેમ્બર સુધી રદ્દ કરવામાં આવી છે. 2). સ્ટાફને એલર્ટ રખાયો, જરૂરી સૂચના સાથે પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા.. 3). ફાયર સ્ટેશન પર વાહનો સાથે સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ. 4). મનપાના ગાર્ડન વિભાગના ટેન્કરો સ્ટેન્ડ બાય 5). અડાજણ અને યોગીચોકમાં ફાયરની ગાડીઓ રાઉન્ડ ઘી ક્લોક સ્ટેન્ડ બાય રાખવામાં આવશે . 6). જેસીબી મશીન પણ તૈનાત કરશે. કોલ મળતા જરૂર લાગ્યો તાત્કાલિક રવાના કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું
આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ