Surat: 3 કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કરી ઉજવણી

Surat: કૃષિ કાયદાનો નિર્ણય પાછો ખેંચાયાની આજે PM મોદીએ જાહેરાત કરી હતી. જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી. તેમજ તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી.

Surat: 3 કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કરી ઉજવણી
Surat Calibration
Baldev Suthar

| Edited By: Gautam Prajapati

Nov 19, 2021 | 12:06 PM

Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી (Dev Diwali) અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાને (Farmers law) પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PM એ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

સુરતમાં ઉજવણી

પીએમ મોદીના રાષ્ટ્રજોગી નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડુતોએ આવકાર્યો હતો. સાથે સાથે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. સુરત ખાતે સુરત ખાતે ઉજવણી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ, અન્ય સભ્યો અને ઘણા ખેડૂતોએ મળીને ઉજવણી કરી હતી. તેમજ આ જીત ખેડૂત સંગઠનની જીત ગણાવવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મોદી સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3 કાયદા લાવી હતી પરંતુ અનેક ખેડૂત સંગઠનો સતત આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.

વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, “કૃષિમાં સુધારા માટે 3 કાયદા લાવવામાં આવ્યા હતા જેથી નાના ખેડૂતોને વધારે તાકાત મળે. અનેક વર્ષોથી દેશના ખેડૂતો અને નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ તેની માગણી કરી રહ્યા હતા. જ્યારે આ કાયદા લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો, સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું, સમર્થન કર્યું હતું. હું તે સૌનો ખૂબ ખૂબ આભારી છું. સાથીઓ અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામ, ગરીબના હિતમાં સંપૂર્ણ સમર્થન ભાવથી, સારી ભાવનાથી આ કાયદા લઈને આવી હતી.”

PM એ કહ્યું કે “પરંતુ આટલી પવિત્ર વાત, સંપૂર્ણપણે ખેડૂતોના હિતની વાત અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયત્ન કર્યો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. અમે કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો.”

આ સાથે જ વડાપ્રધાને ખેડૂતોને વિનંતી કરી હતી કે, તેઓ તેમના ઘરે પરત ફરે, ખેતરોમાં પાછા જાય, પરિવાર વચ્ચે પાછા જાય, એક નવી શરૂઆત કરવામાં આવે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ પીએમ મોદીના નિર્ણયને આવકારતા ફટાકડા ફોડી મોં મીઠું કરવા ઉજવણી કરી હતી. બીજી બાજુ ખેડુતો આંદોલન પુરુ નહીં કરે અને હજુ પણ જે માંગો છે તેને લઈને વિરોધ યથાવત રહેશે.

આ પણ વાંચો: Nadiad: લાખો દીવડાઓથી આજે ઝળહળી ઉઠશે સંતરામ મંદિર, જાણો આ પરંપરા અને તેના મહત્વ વિશે

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati