Surat : બાળકોને થર્મલ ગનથી ચેક કર્યા પછી શાળામાં પ્રવેશ આપવા શિક્ષણાધિકારીનું સૂચન

જ્યાં સુધી વાત છે કોરોનાની તો અત્યારસુધી છેલ્લા એક મહિનામાં 15 થી વધારે બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેવામાં જિલ્લા શિક્ષણધિકારીએ હવે બાળકોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવા સૂચના આપી છે.

Surat : બાળકોને થર્મલ ગનથી ચેક કર્યા પછી શાળામાં પ્રવેશ આપવા શિક્ષણાધિકારીનું સૂચન
Surat: Education officer's suggestion to admit children in school after checking them with thermal gun
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 8:37 AM

કોરોનાના(corona ) કેસો ઓછા થયા બાદ શાળાઓ(school ) શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી ભણતર પર અસર પડ્યું હોવાના કારણે ધોરણ 6 થી ધોરણ 12 સુધીના ઓફલાઈન વર્ગો હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ધોરણ 1 થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરવા પર હજી કોઈ નિર્ણય આવી શક્યો નથી. સુરતની વાત કરીએ તો શહેરમાં પણ શાળાઓ હવે રાબેતા મુજબ શરૂ થઇ ગઈ છે. 

જ્યાં સુધી વાત છે કોરોનાની તો અત્યારસુધી છેલ્લા એક મહિનામાં 15 થી વધારે બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેવામાં જિલ્લા શિક્ષણધિકારીએ હવે બાળકોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવા સૂચના આપી છે. તેમણે શાળાના અકારહને હવે વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવા જણાવ્યું છે.

જો કોઈ વિદ્યાર્થી બીમાર હોય તો તેવા વિધાયર્થીઓને ઘરે મોકલવા અને તેઓને ઓનલાઇન એજ્યુકેશન આપવા જ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રીસેસ દરમ્યાન કે છુટ્ટી દરમ્યાન એકત્ર ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે. સ્કૂલ છૂટ્યા બાદ તમામ ક્લાસને સેનિટાઇઝ કરવાની સાથે ઠેર ઠેર હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દર મહિને પહેલી તરીકે સંકલન થશે  જિલ્લા શિક્ષણાધિકારી હવે દર મહિનાની પહેલી તારીખે સંકલન કરશે. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક, સંચાલકો થી લઈને અલગ અલગ મંડળના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં વિદ્યાર્થીઓથી માંડીને શાળામાં આવતા શિક્ષકો અને સ્કૂલના પ્રશ્નોની ચર્ચા કરીને નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

પરીક્ષાનું શું ? શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ તો જાહેર કરી દીધો છે. પરંતુ જે વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષાનું શું થશે તેના પર કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જો કોઈ વિદ્યાર્થી કે વાલીને કોરોના થયો હોય અને તેઓ ક્વોરેન્ટાઇન થયા હોય તો આવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે કે નહીં તેવું પૂછતાં જિલ્લા શિક્ષણધિકારીએ જણાવ્યું છે કે પ્રથમ કસોટી પહેલા આ બાબતે સરકાર કોઈ સ્પષ્ટતા કરી શકે છે.

આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી

આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">