સુરત : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે દિવાળી પૂર્વે 400 કરતા વધુ વધારાની બસો રવાના કરવામાં આવી છે.
તે જ સમયે ચાલુ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો માટે બસો હજુ પણ કાર્યરત છે. ટ્રેનમાં ચઢવાની ભગદડનીઘટના બાદ બસ માટે પણ મુસાફરોની ભીડને કાબુમાંરાખવા પ્રયાસ વધારવામાં આવ્યા છે.
સુરત એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે દિવાળીના તહેવારને કારણે 7 થી 11 નવેમ્બર દરમિયાન વધારાની બસો ચલાવવામાં આવી રહી હતી. એડવાન્સ ગ્રુપ બુકિંગ અને ઓનલાઈન દ્વારા 760 બસોનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેના કારણે સુરત એસટી વિભાગને અંદાજે 1.5 કરોડની આવક થઈ છે.
7 નવેમ્બરના પ્રથમ દિવસે, 49 વધારાની બસો ચલાવવામાં આવી હતી, જેમાં 2495 મુસાફરોએ મુસાફરી કરી હતી અને વિભાગને 8,65,962 રૂપિયાની કમાણી થઈ હતી. 8 નવેમ્બરે બીજા દિવસે 203 બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરૂવારે ગ્રૂપ બુકિંગ માટે 120, ઓનલાઈન બુકિંગ માટે 51 અને ચાલુ બુકિંગવાળા મુસાફરો માટે 70 સહિત કુલ 241 બસોને ગુરુવારે અલગ-અલગ સ્થળોએ મોકલવામાં આવી છે. વધુમાં ઉમેર્યું કે વધારાની બસો મોડી રાત સુધી ચાલુ રહેશે, જેના કારણે બસોની સંખ્યામાં ફેરફાર શક્ય છે.
સરકારી વિભાગ અનુસાર દિવાળી અને છઠના તહેવારો પર ઘરે આવતા લોકોની મુસાફરીને સરળ બનાવાવ પ્રયાસ કરાયો છે. યોગી સરકાર દ્વારા પણ યુપી જનારા લોકો માટે વધારાના પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે દિવાળી છે અને છઠ 19 નવેમ્બરે છે. જેને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યના લોકોને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવારની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. લોકો એક અઠવાડિયું અગાઉથી તૈયારી કરવા લાગે છે. મોટી દિવાળીની રાત્રે ચારેબાજુ ઉજ્જવળ અને ચકચકિત વાતાવરણ હોય છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ઘરો, દુકાનો વગેરે દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. દરેક વ્યક્તિ આ તહેવારને પોતાના પ્રિયજનો સાથે ઉજવવા વતન જવા ઈચ્છતો હોય છે જેથી બસ અને ટ્રેનમાં ખુબ ભીડ જોવા મળે છે. સુરતમાં આ ભીડમાં દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.