Surat : આસમાની આફતને કારણે શાકભાજીના ભાવો પહોંચ્યા સાતમા આસમાને, ગૃહિણીઓના બજેટને અસર

|

Sep 29, 2021 | 5:23 PM

જો આ જ પ્રમાણે વરસાદનું જોર આવનારા દિવસો માં પણ યથાવત રહેશે તો એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક હજી ઓછી થઇ જશે અને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થતા આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ હજી વધી શકે છે.

Surat : આસમાની આફતને કારણે શાકભાજીના ભાવો પહોંચ્યા સાતમા આસમાને, ગૃહિણીઓના બજેટને અસર
Surat: Disaster also hurts housewives' kitchen budgets, vegetable prices soar

Follow us on

ગુજરાતની (Gujarat ) સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાછળ 15 દિવસથી પડી રહેલા ભારે વરસાદને (heavy rain ) કારણે શાકભાજીના (vegetables ) પાકને મોટું નુકશાન થયું છે. 

સુરતમાં બહારના રાજ્યોમાંથી આવનારી શાકભાજીના જથ્થાબંધ અને છૂટક બંને ના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. પ્રતિ 20 કિલો મળનારા ભીંડાનો ભાવ આજે 700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે જ પ્રમાણે રીંગણાના ભાવ તો ચાર ગણા સુધી વધી ગયા છે. પ્રતિ 20 કિલો 180 રૂપિયા મળતા રીંગણ આજે 900 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે લોકોના ખિસ્સા અને રસોડા બંને પર અસર પડી છે.

સુરત એપીએમસી માર્કેટના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થયું છે. ત્યાં જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ શહેરના માર્કેટમાં શાકભાજી આવે છે. પરંતુ ત્યાં પણ ભારે વરસાદ યથાવત રહેતા સુરત એપીએમસી માર્કેટમાં તુવેર, પાપડી, ભીંડા, ટામેટા, વટાણા વગેરેના ભાવોમાં બે થી ત્રણ ગણો વધારો નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જો આ જ પ્રમાણે વરસાદનું જોર આવનારા દિવસો માં પણ યથાવત રહેશે તો એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક હજી ઓછી થઇ જશે અને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થતા આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ હજી વધી શકે છે. જેથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ હજી પણ બગડી શકે છે.

શાકભાજીના એક મહિના પહેલા અને હમણાના ભાવોમાં જમીન આસમાનનું અંતર જોવા મળી રહ્યું છે. એક મહિના પહેલા પ્રતિ 20 કિલો જે શાકભાજી મળતા હતા તેના પર નજર કરીએ તો તુવેર પહેલા 800 રૂ. જે હવે વધીને 1300 રૂ. સુધી, પાપડી 300 રૂ. થી વધીને 1 હજાર રૂ. સુધી, ભીંડા 270 રૂ. થી વધીને 700 રૂ. સુધી, કરેલા 160 રૂ. થી લઈને 500 રૂ. સુધી, ટામેટા 220 રૂ. થી લઈને 600 રૂ. સુધી, ગુવાર 700 રૂ.થી લઈને 1 હજાર રૂ. સુધી, વટાણા 1400 રૂ.થી વધીને 2400 સુધી, જયારે રીંગણ 180 રૂ. થી વધીને હવે 900 રૂ. સુધી મળી રહે છે. એક જ મહિનામાં શાકભાજીના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો નોંધાયો છે.

તે જ પ્રમાણે છૂટક શાકભાજી માર્કેટમાં પણ સીધો 15 થી 20 રૂપિયા સુધી નો વધારો જોવા મળતા ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે.

આ પણ વાંચો :

Surat : તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર

આ પણ વાંચો :

Surat : શેરી ગરબાને છૂટ મળતા માતાજીની ડેકોરેટિવ ગરબીની ડિમાન્ડ વધી

Next Article