AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે, જુઓ Video

રાહુલ ગાંધીના વકીલની દલીલ હતી કે, વિરોધપક્ષનું કામ હોય છે સરકારનો વિરોધ કરવાનું. તેથી રાહુલ ગાંધીને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે.. 2016માં નારણ કાછડિયા સામે પણ ફરિયાદ દાખલ કરી હતી.. તે કેસમાં શા માટે સાંસદ નારણ કાછડીયા સામે કાર્યવાહી કરવામાં નહોતી આવી? તો સામે પૂર્ણેશ મોદીના વકીલે પણ દલીલ કરી.

Breaking News : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે, જુઓ Video
Rahul Gandhi Surat
| Updated on: Apr 13, 2023 | 5:44 PM
Share

રાહુલ ગાંધી માનહાની કેસમાં સુરત કોર્ટ 20 એપ્રિલે વધુ સુનાવણી કરશે. આજે બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી.દલીલોના અંતે આગામી તારીખે કેસને લઈ સંભવિત જજમેન્ટ આવી શકે છે.માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુરતની કોર્ટમાં વધુ સુનાવણી આગામી 20 એપ્રિલે હાથ ધરાશે.20 એપ્રિલે સંભવિત ચૂકાદો આવે તેવી શક્યતા છે.મહત્વનું છે કે, આજે કોર્ટમાં બન્ને પક્ષોએ દલીલો કરી હતી.રાહુલ ગાંધીના વકીલની દલીલ હતી કે, વિરોધપક્ષનું કામ હોય છે સરકારનો વિરોધ કરવાનું. તેથી રાહુલ ગાંધીને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર છે.. 2016માં નારણ કાછડિયા સામે પણ ફરિયાદ દાખલ કરી હતી.. તે કેસમાં શા માટે સાંસદ નારણ કાછડીયા સામે કાર્યવાહી કરવામાં નહોતી આવી? તો સામે પૂર્ણેશ મોદીના વકીલે પણ દલીલ કરી.

પૂર્ણેશ મોદીના વકીલે દલીલ કરી છે કે, સાંસદ અને ધારાસભ્યો 3 પ્રકારે ગુનો કરે છે..લોકસભા, વિધાનસભામાં મારામારી કરે છે ..જાહેર સભામાં ગુનો કરે છે.. તેથી તેમને અટકાવવા જરૂરી છે.. એટલું જ નહિં અંગત જીવનમાં કોઈ પ્રહાર કરે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.. અને કાર્યવાહી થવી જોઇએ.

સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા.

સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">