SURAT : ધન્વંતરી રથમાં કોરોના ટેસ્ટમાં ગોલમાલ, ટેસ્ટ કરાવ્યા વગર જ રિપોર્ટ નેગેટીવ અપાયો

SURAT : મોટા વરાછા વિસ્તારમાં ધન્વંતરિ રથમાં કોરોના ટેસ્ટમાં ગોલમાલ સામે આવી છે. સ્થાનિકોના ટેસ્ટ કર્યા વિના જ રિપોર્ટ નેગેટિવ અપાયો છે.

| Updated on: Jan 27, 2021 | 5:44 PM

SURAT : મોટા વરાછા વિસ્તારમાં ધન્વંતરિ રથમાં કોરોના ટેસ્ટમાં ગોલમાલ સામે આવી છે. મોટા વરાછાની સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં સ્થાનિકોના ટેસ્ટ કર્યા વિના જ રિપોર્ટ નેગેટિવ આવી દેવામાં આવ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ટેસ્ટના ટાર્ગેટ પૂરા કરવા આવી ગેરરીતિ આચરવામાં આવે છે. આ મુદ્દે આરોગ્ય કમિશનર અને આરોગ્ય પ્રધાનને રજૂઆત કરાઈ છે. સામાજિક કાર્યકરોએ સાંઈ શ્રધ્ધા રેસીડેન્સીમાં ધન્વંતરી રથ પર જઈને તપાસ કરી હતી. તેમણે એક મહિલાને ફોન કરીને પૂછતા તેમણે પણ કહ્યું કે, કોઈ ટેસ્ટ કરાવ્યો નથી અને છતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગે જ્યારે સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના અન્ય લોકોને પૂછવામાં આવ્યું તો તેમણે પણ એમ જ કહ્યું હતું કે- બે દિવસ પહેલા ફક્ત નામ લખી ગયા હતા. અને કોઈપણ ટેસ્ટ વિના રિપોર્ટ નેગેટિવ આપી દેવાયો છે. જે રીતની ફરિયાદ સામે આવી છે તેનાથી ધન્વંતરી રથની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">