Surat Corona Latest Update: કોરોનાનાં નવા સ્ટ્રેનનાં સપાટા સુરતીઓ ન ફસાય તે માટે SMC એક્શનમાં, બહુપાંખીયો વ્યૂહ અપનાવાયો

Surat Corona Latest Update:  સુરત (Surat)માં કોરોના (Corona) સંક્રમણને લઈ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગયું છે. Coronaને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે બહુપાંખીયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આજે સુરતના કાપડ માર્કેટમાં મોટાપાયે ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કે જેમાં કાપડ માર્કેટના કામદારો, શાકભાજીના ફેરિયાઓનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

| Updated on: Mar 22, 2021 | 1:10 PM

Surat Corona Latest Update:  સુરત (Surat)માં કોરોના (Corona) સંક્રમણને લઈ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગયું છે. Coronaને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે બહુપાંખીયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આજે સુરતના કાપડ માર્કેટમાં મોટાપાયે ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કે જેમાં કાપડ માર્કેટના કામદારો, શાકભાજીના ફેરિયાઓનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

તો સાથે જ સુરતમાં બહારથી આવતા લોકોનું રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે જેથી સંક્રમણ પર કાબુ મેળવી શકાય. સાથે જ કાપડ બજાર વિસ્તારોમાં કામદારોને મફત માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે તે ચાની લારીઓ, પાનના ગલ્લાઓ પર મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાપડ બજારમાં 3 દિવસમાં તમામ લોકોનું ટેસ્ટિંગ કરાશે જેથી કરી જે પોઝિટિવ આવશે તેને આઇસોલેટ કરાશે અને જે નેગેટિવ આવશે તેને હેલ્થ કાર્ડ અપાશે.

મોટાભાગે કોરોના લક્ષણો કે પછી કોરોના ટેસ્ટને લઈને ઘણાં લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે આવા બેદરકારી દાખવતા લોકોને સમજાવવાનો મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. જણાવવું રહ્યું કે રાજ્યમાં કોરોનાના સૌથી વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગે પણ કોરોના સંક્રમણ આગળ વધતુ અટકાવવા માટે યોગદાન આપ્યું છે. સુરતનો હીરા ઉદ્યોગ ગઇકાલે બંધ રહ્યા બાદ આજે પણ બંધ રાખવામાં આવ્યો છે.

સુરતમાં આજે કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાની, IAS થેન્નારસન અને મેયર હેમાલી બોધાવાલા સુરતનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને કોરોનાને અટકાવવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરિક્ષણ તો કર્યુ જ હતું સાથે વિવિધ યુનિટોનાં માલિકોને પણ કારીગરોની સંખ્યા તેમજ તેમનાં આરોગ્યને લઈને શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું. સુરતમાં હાલમાં જે રીતનો કોરોનાનો સ્ટ્રેન ચાલી રહ્યો છે તેને લઈને કોર્પોરેશન કમિશનર આગળ પણ જનતાને સાવચેત રેહવા માટે સલાહ આપી ચુક્યા છે કેમકે કોઈ પણ પ્રકારનાં લક્ષણ વગર કોરોના એ રીતે ફેલાઈ રહયો છે કે જેનાંથી આખુ પરિવાર સંક્રમણનો ભોગ બની જાય છે. આ નવા સ્ટ્રેનનાં સપાટામાં સુરતીઓ વધારે ન ફસાય તે માટે જ કોર્પોરેશન એલર્ટ મોડ પર આવી ગયું છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">