Surat : માવઠાંને કારણે સુરતીઓને પડ્યો લોચો, સ્વેટર પહેરવું કે રેઇનકોટ ?

|

Dec 01, 2021 | 3:47 PM

જો કે, આજે વરસાદના આગમન વચ્ચે જિલ્લાના ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. ઓક્ટોબર મહિનામાં માવઠા બાદ વધુ એક માવઠાને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

Surat : માવઠાંને કારણે સુરતીઓને પડ્યો લોચો, સ્વેટર પહેરવું કે રેઇનકોટ ?
Double season confuses suratis

Follow us on

 

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુરત(Surat ) શહેર સહિત રાજ્યના અલગ – અલગ વિસ્તારોમાં ગઈકાલથી માવઠાની અસર બાદ આજે સવારે પણ વાદળોની સંતાકુકડી વચ્ચે છુટોછવાયો વરસાદ(rain ) જોવા મળ્યો હતો. ડિસેમ્બર (December )મહિનાના પ્રારંભે જ વરસાદ અને ઠંડા પવનોને કારણે શહેરીજનોની હાલત કફોડી થવા પામી હતી. ગઈકાલે મોડી રાતથી જ શરૂ થયેલા વરસાદને પગલે આજે સવારે સુરતનું વાતાવરણ પણ હિલ સ્ટેશન જેવું નજરે પડી રહ્યું હતું અને નોકરી – ધંધા માટે જનારાઓને સ્વેટર પહેરવું કે રેઈન કોટ પહેરવો તેની મુંઝવણ સતાવી રહી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સુરત સહિત રાજ્યના અલગ – અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અલબત્ત, ગઈકાલ રાતથી જ સુરત શહેરના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડી રાતથી સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદને પગલે તાપમાનનો પારો પણ ગગડતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે પણ વહેલી સવારથી અલગ -અલગ ઝોન વિસ્તારમાં વરસાદને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બપોર સુધી રાંદેર ઝોનમાં સૌથી વધુ 9 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સેન્ટ્રલ, અઠવા અને કતારગામ ઝોનમાં ત્રણ – ત્રણ મીમી, વરાછા અને લિંબાયત ઝોનમાં બબ્બે મીમી અને ઉધનામાં એક મીમી વરસાદ નોંધાયો છે. ગઈકાલ રાતથી શરૂ થયેલા છુટ્ટાછવાયા વરસાદ અને વાદળોને કારણે તાપમાનનો પારો પણ ગગડીને 20 ડિગ્રીએ પહોંચ્યો હતો. બીજી તરફ 10 કિલોમીટર સુધી પવન ફુંકાતા શહેરીજનો રીતસરના ઠુંઠવાયા હતા.

જો કે, આજે વરસાદના આગમન વચ્ચે જિલ્લાના ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. ઓક્ટોબર મહિનામાં માવઠા બાદ વધુ એક માવઠાને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી એક – બે દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતાં ખેતરમાં શાકભાજી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે હવે ગુજરાત અને મહારાષ્ટ્રના માથે નવી આફત ઉભી થવા પામી છે. બંગાળની ખાડીમાં પ્રેશર ઉદ્ભવતાં આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે આગામી 4થી ડિસેમ્બર સુધીમાં ગુજરાત અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ – અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતાં તંત્ર પણ સાબદું થઈ ગયું છે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ

આ પણ વાંચો : AMC એઇડસ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા, અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIV નો એક પણ કેસ નહીં

Next Article