Surat: એરપોર્ટ પર પ્રાઈવેટ ટેક્સી ચાલકો યુનિયનગીરી ચલાવી મુસાફરોને હેરાન કરતા હોવાની ફરિયાદ

|

Dec 04, 2021 | 7:03 PM

મુસાફરો બસ સેવાનો લાભ લેવાને બદલે પ્રાઈવેટ વાહનોમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેવા સમયે બેફામ ભાડા ઉઘરાવતા હવે પેસેજનરો પણ હેરાન થઈ ગયા છે અને તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Surat: એરપોર્ટ પર પ્રાઈવેટ ટેક્સી ચાલકો યુનિયનગીરી ચલાવી મુસાફરોને હેરાન કરતા હોવાની ફરિયાદ

Follow us on

જેમ જેમ સુરત એરપોર્ટ (Surat Airport) વિકસી રહ્યું છે અને વધુને વધુ ફ્લાઈટ્સ (Flights) મળી રહી છે. કોરોના સમય બાદ પહેલીવાર મુસાફરોની (Passengers) મહિને અવર-જવર સંખ્યા સવા લાખને આંબી ગઈ છે, ત્યારે સુરત એરપોર્ટની બહાર નીકળતા પેસેન્જરોને પ્રાઈવેટ ટેક્સી ડ્રાઈવરો બેફામ ભાડા , લાંબુ વેઈટીંગ , જુદા વાયદાઓ કરીને એરપોર્ટ પર આવતા મુસાફરોને રંજડી રહ્યા હોવાની અનેક ફરિયાદો  ઉઠી રહી છે.

 

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સરકારે સુરત એરપોર્ટ પરથી એક ઓફિશ્યલ ટેક્સી સિસ્ટમ વિકસાવવી જોઈએ એવી માગ કરવામાં આવી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટ ખાતે ટેક્સીવાળાઓનું એક યુનિયન જેવુ બની ગયું છે અને ગમે તેમ ભાવો પેસેન્જરો પાસે માંગી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે આવતી ફલાઈટસમાંથી બહાર આવતા પેસેન્જરો સાથે ટેક્સી ડ્રાઈવરો બેફામ ભાડા માંગી રહ્યા છે.

 

એવી પણ ફરિયાદો મળી છે કે ઓલા ટેક્ષીવાળા પણ બુકિંગ લે છે અને મુસાફરોને એટલી રાહ જોવડાવે કે કંટાળીને મુસાફરો ઓટોમેટિક રાઈડ કેન્સલ કરાવી દે છે. જાણી જોઈને લેટ કરવામાં આવે છે અને રાઈડ કેન્સલ થયા પછી પણ ત્યાં ઉભા રહીને એ જ મુસાફર પાસેથી મનફાવે તેવા રૂ.500થી 800ના ભાડાની માંગણી કરી રહ્યા હોવાની પણ ગંભીર ફરીયાદો ઉઠી છે.

 

મુસાફરોએ પોતાના મુકામ સુધી એરપોર્ટ પહોંચવા માટે નાછૂટકે પ્રાઈવેટ ટેકસી ડ્રાઈવરોને રૂપિયા આપવા પડે છે. વી વર્ક ફોર વર્કિંગ ગ્રુપને અનેક ફરિયાદો ઘણા સમયથી મળી રહી છે, ઘણી ફરિયાદો અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા, વેસ્ટર્ન રીજીયનના હેડને વાકેફ પણ કરવામાં આવ્યા છે. વધુમાં સુરત એરપોર્ટ પર સત્તાવાર ટેકસી વ્યવસ્થા તાકીદે ઊભી કરવા વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી છે .

 

એક તરફ સીટી બસ અને બીઆરટીએસ બસની પણ સેવા ઉભી કરવામાં આવી છે પણ મુસાફરો બસ સેવાનો લાભ લેવાને બદલે પ્રાઈવેટ વાહનોમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેવા સમયે બેફામ ભાડા ઉઘરાવતા હવે પેસેજનરો પણ હેરાન થઈ ગયા છે અને તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : SURAT : વિશ્વ વિકલાંગ દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી, સ્વચ્છતા મુદ્દે અધિકારીઓને ખખડાવ્યાં

 

આ પણ વાંચો : SURAT : 12 ટકા જીએસટીને કારણે શહેરની 2 લાખ જેટલી મહિલાઓની રોજગારી પર અસર થવાની ભીતિ

Next Article