AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : 12 ટકા જીએસટીને કારણે શહેરની 2 લાખ જેટલી મહિલાઓની રોજગારી પર અસર થવાની ભીતિ

ગારમેન્ટમાં વેલ્યુ ચેઇનના કામમાં જરદોસી વર્ક, બુઢ્ઢા અને લૂઝ થ્રેડ કાપડ, ડાયમંડ વર્ક,સ્ટિચિંગ, લેસ સ્ટિચિંગ, સાડી સ્ટિચિંગ, પર્લ ટિક્કી અને સિતારા ફિક્સિંગનું કામ પણ કરે છે. ગારમેન્ટ સેકટરમાં સ્ટિચિંગ, બટન અને હૂક વર્ક સાથે મહિલાઓ સંકળાયેલી છે. સ્પિનિંગમાં રિંગ સ્પિનિંગનું કામ મહિલાઓ કરે છે.

SURAT : 12 ટકા જીએસટીને કારણે શહેરની 2 લાખ જેટલી મહિલાઓની રોજગારી પર અસર થવાની ભીતિ
મહિલા રોજગારી
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:01 PM
Share

સુરતના(SURAT) ટેકસટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગમાં કામ કરતી 2 લાખથી વધુ મહિલાઓની(WOMEN) રોજગારીને સંભવિત અસર થવાની બીકે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની મહિલા વિંગ દ્વારા જિલ્લા કલેકટર આયુષ ઓકને આવેદનપત્ર આપી (GST)જીએસટીનો ટેકસ સ્લેબ 5 ટકા યથાવત રાખવા માંગ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરીથી એમએમએફની વેલ્યુ ચેઇન પર 12 ટકાનો જીએસટી દર લાગુ કરવા જઇ રહી છે. તેને લઇને સુરત સહિત ગુજરાતમાં અસંખ્ય ઘરોના રસોડા બંધ થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 12 ટકાના દરને લીધે કાપડ પ્રતિ મીટર 15 રૂપિયા મોંઘુ થશે. સુરત સહિત ગુજરાતમાં (Garment)ગારમેન્ટ અને એમ્બ્રોઇડરી(embroidery) સેકટરમાંથી મહિલાઓ પર્ન વાઇન્ડિંગ અને શેડની ફેબ્રિકસ પ્રોસેસિંગમાં પેકેજિંગ,ક્લિનિંગનું કામ કરે છે. ગારમેન્ટમાં વેલ્યુ ચેઇનના કામમાં જરદોસી વર્ક, બુઢ્ઢા અને લૂઝ થ્રેડ કાપડ, ડાયમંડ વર્ક,સ્ટિચિંગ, લેસ સ્ટિચિંગ, સાડી સ્ટિચિંગ, પર્લ ટિક્કી અને સિતારા ફિક્સિંગનું કામ પણ કરે છે. ગારમેન્ટ સેકટરમાં સ્ટિચિંગ, બટન અને હૂક વર્ક સાથે મહિલાઓ સંકળાયેલી છે. સ્પિનિંગમાં રિંગ સ્પિનિંગનું કામ મહિલાઓ કરે છે. તે ઉપરાંત કાપડના વેસ્ટમાંથી સોફટ ટોયઝ, ગાદલા તથા અન્ય ઉત્પાદનો મહિલાઓ કરે છે. કોરોનાના કારણે મોટી સંખ્યામાં મહિલાઓએ ઉદ્યોગ વેપાર ઠપ થતા રોજગારી ગુમાવી હતી. ચાલુ વર્ષે કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગમાં વેપાર સારો થતાં આ મહિલાઓ ફરી કામે ચઢી છે. તેમની સામે ફરી રોજગારીનો પ્રશ્ન ઉભો થવાની શક્યતાઓ છે. સુરતમાં ઘણી મહિલાઓ ઘરે રહીને ટેકસટાઇલમાં વેલ્યુ એડિશન વર્ક કરે છે. તેમને જીએસટીના વધારાના 7 ટકાના દરની અસર થઇ શકે છે. કારણકે 12 ટકાના ટેકસને લીધે કાપડ અને ગારમેન્ટની દુકાનો મોટી સંખ્યામાં બંધ થઈ શકે છે.

ટ્રેડર્સોએ ગ્રે કાપડની ખરીદીને બ્રેક મારી ટેકસટાઇલમાં જીએસટીનો 12 ટકાનો નવો દર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવા જઇ રહ્યો છે. પરંતુ કાપડના વેપારીઓએ જૂનો સ્ટોક ક્લિયર કરવા માટે અત્યારથી ગ્રે કાપડની ખરીદી બંધ કરતા વિવર્સની હાલત ખરાબ થઇ છે. ચેમ્બરની ટેકસેશન કમિટીના સહકન્વિનરે જણાવ્યું હતું કે, કાપડના વેપારીઓ પાસે અત્યારે જે સ્ટોક પડયો છે તેના પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. પરંતુ આજ માલ 1 જાન્યુઆરીએ વેચાશે તો 12 ટકા ડયૂટી ભરવી પડશે. તેને લીધે વિવર્સ ગ્રે કાપડની નવી ખરીદી કરવાનો ટાળી રહ્યા છે . તેની અસર એવી થઇ છે કે, વિવર્સને એક પાળી કામ બંધ કરવાની નોબત આવી શકે છે. બીજી તરફ ફોસ્ટાના પ્રવકતા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે , બે કારણોસર ટ્રેડર્સે ખરીદીને બ્રેક મારી છે. પહેલું કારણ એ છે કે, ટ્રેડર્સ દિવાળી પછી જે સ્ટોક બચ્યો છે તે ક્લિયર કરવા માંગે છે. બીજું કારણએ છે કે દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે પોંગલનો 1200 કરોડનો વેપાર ધોવાઇ ગયો છે.

ફિઆસ્વી અને ગુજરાત ચેમ્બરના નેતૃત્વમાં 19 સભ્યોની રિપ્રેઝન્ટેશન કમિટી બનાવાઇ કાપડ ઉદ્યોગમાં જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા સામે રાજય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે ફિઆસ્વી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 19 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ, વોર્પ નીટર્સ અને એમ્બ્રોઇડરી સંગઠનના આગેવાનોને સમાવાયા છે.

g clip-path="url(#clip0_868_265)">