Surat : મેયરની વિઝીટ બાદ વેસુ આવાસના લાભાર્થીઓને ઝડપથી ઘર મળે તેવી આશા, લાભાર્થીઓએ માન્યો TV9 નો આભાર

|

Oct 26, 2021 | 8:45 PM

સ્થાનિક લાભાર્થીએ કહ્યુ કે TV9 અને મેયરનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે હવે કામ શરૂ થયું છે અને દિવાળી સુધીમાં અમને અમારા સપનાનું ઘર મળી જશે.

Surat : મેયરની વિઝીટ બાદ વેસુ આવાસના લાભાર્થીઓને ઝડપથી ઘર મળે તેવી આશા, લાભાર્થીઓએ માન્યો TV9 નો આભાર
Surat: Beneficiaries of Vesu Awas Yojana

Follow us on

રૂંઢ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના અંદાજે 400 જેટલા આવાસોની ફાળવણી અને લાભાર્થીઓને દસ્તાવેજ પણ મહાનગર પાલિકાએ (SMC) કરી આપ્યા છે. પરંતુ નિર્ધારિત સમય કરતા વર્ષો વીતી ગયા છતાં પણ આજ દિન સુધી લાભાર્થીઓને ઘર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. કોન્ટ્રાકટરના પાપે અને સ્લમ અપગ્રેડેશનના અધિકારીઓની ખરાબ ભૂમિકાના લીધે લાભાર્થીઓને હજી સુધી આવાસના કબજા મળી શક્યા નથી. 

TV9 ગુજરાતી દ્વારા અવાર નવાર આ લાભાર્થીઓનો અવાજ સત્તાધીશોના કાને લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા છતાં અને હવે તો સુરતને ભાગે પાંચ પાંચ મંત્રીઓ હોવા છતાં લાભાર્થીઓને આવાસ માટે તારીખ પર તારીખ જ મળી રહી છે.

TV9 ના માધ્યમથી લાભાર્થીઓએ પોતાનો અવાજ મેયર સુધી પહોંચાડ્યો હતો. અને મેયર હેમાલી બોઘાવાળા દ્વારા ગઈકાલે રાત્રે આ આવાસોની આકસ્મિક મુલાકાત લઈને કેટલી કામગીરી થઇ તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલંપોલ બહાર આવતા મેયરે સ્થળ પર જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. મેયરની સ્થળ મુલાકાત બાદ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નોંધનીય છે કે 2017માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ પ્રોજેક્ટનું ખાત મહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કેમ્પસમાં એ અને બી વિંગમાં અંદાજે 400 જેટલા આવાસો આવેલા છે. જેની પણ ફાળવણી થઇ ગઈ છે. મોટાભાગના લાભાર્થીઓએ લોન લિધી હોવાથી લોનના હપ્તાની જવાબદારી ઉભી થઇ છે. બીજી બાજુ આવાસના કબજા ન મળતા ભાડા પણ ભરવા પડી રહ્યા છે.

સ્થળ પર સ્થિતિ બાબતે કોન્ટ્રાકટર અને અધિકારીઓના અભિપ્રાયમાં વિરોધાભાસ હોવાથી મેયર હેમાલી બોઘાવાળા અકળાયા અને તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. મેયરની વિઝીટ બાદ અહીં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લાભાર્થી શોભાબેન ડેરનું જણાવવું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી અમને ધક્કા જ ખાવા પડી રહ્યા હતા. કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નહોતું.

અમને કોરોનાના સમયમાં પણ બે ભાડા ચૂકવવા પડી રહ્યા હતા. અમારી હાલત એવી હતી કે એક સમયે અમને લાગતું હતું કે આ ઘરની કોઇ આશા નથી અને અમે સુરત છોડીને જતા રહીએ. પરંતુ TV9 અને મેયરનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે હવે કામ શરૂ થયું છે અને દિવાળી સુધીમાં અમને અમારા સપનાનું ઘર મળી જશે.

 

આ પણ વાંચો :SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત

આ પણ વાંચો : Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન

Next Article