સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી

આવાસના રૂપિયા ચૂકવતી વખતે 50000 રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું. તેના 3 કરોડ 30 લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે. તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ આપી રહ્યા નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે.

સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી
Surat: Beneficiaries of Awas Yojana resent not to hand over houses to corporation, threat of self-extinction
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 15, 2021 | 3:16 PM

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે મકાન આપવાની યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ સુરત કોર્પોરેશન દ્વારા ઈડબલ્યુએસ આવાસ માટે વર્ષ 2017 માં ડ્રો કરવામાં આવ્યો છે. જેથી જે લાભાર્થીઓને મકાન લાગ્યા હતા તેઓએ વર્ષ – 2018 સુધીમાં લોન લઈને તમામ ચુકવણી કોર્પોરેશનને કરી દીધી હતી. છતાં પણ ચાર- ચાર વર્ષ સુધી લાભાર્થીઓને મકાન સોંપવામાં આવ્યા નથી. શહેરના વેસુ સ્થિત EWS-25 મેઘમલ્હાર આવાસ ખાતે તમામ લાભાર્થીઓ એકઠા થયાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ધનતેરસના દિવસે તમે કુંભ ઘડો મુકીને રહેવા જઈ શકો છો, તેવી ખાતરી આપનાર સુરત મહાનગરપાલિકાના મેયર આજે પણ પીપલોદ રાહુલરાજ મોલની પાછળ આવેલા સુમન મલ્હાર બિલ્ડીંગના 300 પરિવારોને ઘર આપી શકયા નથી. સુમન મલ્હાર પાંચ વર્ષથી હજુ સુધી તૈયાર જ થયું નથી. 660 ફલેટ પૈકી 300 ફલેટ ધારકોને દસ્તાવેજ દ્વારા આવાસ દસ્તાવેજથી ફાળવી દેવાયા બાદ પણ કબજો નહીં આપ કા આ આવાસધારકોએ દિવાળી પહેલાં મેયર હેમાલીબેન બોઘાવાલાને રજુઆત કરતાં મેયરે ઘનતેરસ સુધી કુંભઘડોનું મુકવાનું વચન આવ્યું હતુ.પરંતુ દિવાળી પુરી થયા બાદ પણ હજુ આવાસનો કબજાની વાત તો દુર કામ પણ પુરુ થયું નથી. ત્યારે આજે આવાસ ધારકોની એક બેઠક ચંદ્રકાંત પટેલ, કિશનભાઈ રાજુભાઈ રાઠોડની આગેવાનીમાં મળી હતી,

સુરતના વેસુ વિસ્તારની અંદર સુરત કોર્પોરેશન દ્વારા EWS આવાસ માટે 2017માં ડ્રો કર્યા હતા. લાભાર્થીએ 2018 સુધીમાં લોન લઇને તમામ ચુકવણી કોર્પોરેશનને કરી દીધા બાદ પણ આજ સુધી તેમને કબજો સોંપવામાં આવ્યો નથી જેને લઇને લાભાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. આવાસનો કબજો સોંપવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા. 660 જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે. જણાવ્યું હતુ કે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. એક તરફ આવાસ માટેની જે લોન લીધી છે તેના પણ હપ્તા ભરવા પડી રહ્યા છે અને બીજી તરફ જ્યારે કબજો અમને સોંપવામાં નથી આવ્યો તેને કારણે ભાડેથી મકાન રાખીને તેનું ભાડું પણ ચૂકવવું પડી રહ્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આવાસના રૂપિયા ચૂકવતી વખતે 50000 રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું. તેના 3 કરોડ 30 લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે. તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ આપી રહ્યા નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે. મેયર પોતે પણ જો અમને આશ્વાસન આપી ગયા બાદ પણ આવા જ લાભાર્થીઓને અપાવી ન શકતા હોય તો અમારે કોની પાસે જવું તે સમજાતું નથી. ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય તેના માટે આ પ્રકારે આવા જ બનાવવામાં આવતા હોય છે પરંતુ અમે તો બન્ને તરફ એક સરખા પીસાઈ રહ્યા છે.

થોડા દિવસો અગાઉ લાભાર્થીઓ વિરોધ નોંધાવતા શહેરના મેયર પોતે લાભાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા. સ્થાનિકોને સાંભળ્યા બાદ તેમણે વાર્ષિક રીતે વચન આપ્યું હતું કે આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધનતેરસના દિવસે આ બધાં જ કુંભઘડા તમારા પોતાના આવાસમાં મૂકી દેવા એ પ્રકારની વ્યવસ્થા થઈ જશે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને કોર્પોરેશન દ્વારા અમને કબજો સોંપવામાં આવ્યો નથી. મેયર પોતે સ્થળ પર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું. તે પણ પૂરું કરવામાં આવ્યું નથી. જેને લઇને સ્થાનિકો આત્મવિલોપન સુધીની વાત કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">