Surat : આયોજનોમાં ભપકો વધારવા વપરાતી બીમ લેસર લાઈટ પાયલોટ માટે અડચણરૂપ, એરપોર્ટ ઓથોરિટીએ કરી ફરિયાદ

|

Dec 02, 2021 | 5:21 PM

પોલીસ કંટ્રોલ રૂમના એસીપીના જણાવ્યા પ્રમાણે અમને આવી ફરિયાદો મળી છે. આ મૌખિક ફરિયાદો અમને એરપોર્ટ ઓથોરિટી તરફથી મળી છે અને અમે આયોજકોને આવી લેસર લાઈટો ન વાપરવા વિનંતી કરીશું.

Surat : આયોજનોમાં ભપકો વધારવા વપરાતી બીમ લેસર લાઈટ પાયલોટ માટે અડચણરૂપ, એરપોર્ટ ઓથોરિટીએ કરી ફરિયાદ
File Image

Follow us on

જયારે પણ કોઈ સેલિબ્રેશનની(Celebration ) વાત આવે ત્યારે પ્રસંગ કોઈ પણ હોય લાઇટિંગ(Lighting ) વગર તેની શોભા અધૂરી છે. અને હવે તો શહેરના મોટા મોટા પાર્ટી પ્લોટ(Party Plot ) કે જાહેર ખુલ્લા સ્થળો પર યોજાતા જાહેર સમારંભ કે લગ્નપ્રસંગોમાં મોટી બીમ લેસર લાઇટોની(Beam laser light ) બોલબાલા ખુબ જ વધી ગઈ છે. ઇવેન્ટ આયોજકો પાસે આવી બીમ લાઈટો લગાવીને ઓર્ગેનાઇઝરોને એક સ્ટેટસ સિમ્બોલ જેવું લાગે છે. જેથી તેની ડિમાન્ડ પણ હવે દિવસે ને દિવસે વધી રહી છે.

વાત છે શહેરના પીપલોદ, વેસુ, વીઆઈપી રોડ, એરપોર્ટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટની, જ્યાં પણ મોટી સંખ્યામાં આવા પ્રસંગો અને સેલિબ્રેશન યોજાતા હોય છે. જોકે આ પાર્ટી પ્લોટ પર યોજાતા આવા પ્રસંગોને ભપકાદાર બનાવવા માટે લગાવવામાં આવતી બીમ લાઈટ મોટા એરક્રાફ્ટ લઈને ઉડતા પાયલોટ માટે મુશ્કેલી અને અડચણ પેદા કરી રહી છે.

તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગેની કેટલીક મૌખિક ફરિયાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટ પર લેન્ડ થતી ફ્લાઇટો માટે આવી બીમ લાઈટ અડચણરૂપ બની રહી છે. આ બિમલાઈટ થી પાયલોટનું ધ્યાન ભંગ થાય છે. અને તેઓ તેનાથી તેમનું ધ્યાન પણ વિચલિત થાય છે. રન વે પર ફ્લાઇટ લેન્ડ કરતી વખતે આ મુશ્કેલી તેમને પડી રહી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે એરપોર્ટ નજીકના પાર્ટી પ્લોટ પર વાપરવામાં આવતી આવી બીમ લેસર લાઈટો પોલીસ અને એરપોર્ટ તંત્ર માટે ચિંતાનો વિષય જરૂરથી બની છે. પોલીસ કંટ્રોલ રૂમના એસીપીના જણાવ્યા પ્રમાણે અમને આવી ફરિયાદો મળી છે. આ મૌખિક ફરિયાદો અમને એરપોર્ટ ઓથોરિટી તરફથી મળી છે અને અમે આયોજકોને આવી લેસર લાઈટો ન વાપરવા વિનંતી કરીશું.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે આકાશમાં ઉડાન ભરતી વખતે અને ફ્લાઇટ લેન્ડ કરતી વખતે આવી કોઈપણ પ્રકારની લાઈટ મુશ્કેલી ઉભી કરી શકે છે. જે ગમે ત્યારે અકસ્માત પણ સર્જી શકે છે. સુરત એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે રાત્રી દરમ્યાન જયારે ફ્લાઇટ લેન્ડ થતી હોય ત્યારે ફ્લાઇટને રનવે પર ઉતારવા પાયલોટને ક્લિયર વ્યુ મળે તે જરૂરી છે. એરક્રાફ્ટ રુલ મુજબ આવી લાઈટો અકસ્માતો નોતરી શકે છે. આ રૂલના કારણે સ્ટ્રીટલાઈટ પણ ઉપરથી ઢંકાયેલી હોય છે.

આ પણ  વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

Next Article